Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેપર લીક કેસ- નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 ઑફિસર બરતરફ:કાયદાકીય અને ક્રિમિનલ એક્શન પણ થશે; એક દિવસ પહેલાં શિક્ષણ સચિવને હટાવાયા હતા

    22 hours ago

    NEET પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન વચ્ચે શિક્ષણ મંત્રાલયે NTAના 47 અધિકારીઓને બરતરફ કરી દીધા છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી આ સમાચાર આપ્યા. બરતરફ કરાયેલા અધિકારીઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે. એક દિવસ પહેલાં સરકારે ગુરુવારે 17 સીનિયર અધિકારીઓની બદલી અને પ્રમોશનના આદેશ જાહેર કર્યા હતા. સૌથી મોટો ફેરબદલ શિક્ષણ મંત્રાલયમાં થયો હતો. અહીં 1994 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી નરેશ પાલ ગંગવારને શિક્ષણ મંત્રાલયના હાયર એજ્યુકેશન વિભાગના સચિવ નિયુક્ત કર્યા હતા. તેઓ વર્તમાન સચિવ વિનીત જોશીની જગ્યા લેશે. જ્યારે વિનીત જોશીને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય 1995 બેચના IAS અધિકારી ટી.કે. અનિલ કુમારને પ્રમોશન આપીને સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી વિભાગના સચિવ નિયુક્ત કર્યા છે. છેલ્લા 4 દિવસમાં પેપર લીક પર સરકારના 3 નિવેદનો: 24 જુલાઈ: PM મોદીએ- કડક કાયદો લાવીશું: PM મોદીએ પેપર લીકને લઈને અધડીરાતે અઢી મિનિટનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. PMએ જાહેરાત કરી કે પેપર લીકમાં સજાના પ્રોગામ/જોગવાઈ સાથે જોડાયેલું બિલ સંસદમાં લાવવામાં આવશે. 21 જુલાઈ: પેપર લીક ઘોર પાપ છે: NDA સંસદીય દળની બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે પેપર લીક ઘોર પાપ છે. સરકારને જેવી માહિતી મળી, તેમણે તરત જ કાર્યવાહી કરી. અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. દોષિતોને કડક સજા અપાવાશે. ભવિષ્યમાં પેપર લીક રોકી શકાય તે માટે રાજ્યોને પણ સહયોગ આપવા અપીલ કરી. 23 જુલાઈ: પેપર લીક કેસની તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીશું: વડાપ્રધાને X (ટ્વિટર) પર લખ્યું હતું- "દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને ઝડપથી સજા આપવા અને કેસના નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. આ અંગે સંબંધિત વિભાગ જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરે તેવા નિર્દેશ આપી દેવાયા છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારાઓને બક્ષવામાં નહીં આવે."
    Click here to Read More
    Previous Article
    A 12-year-old’s vision problem revealed a surprising cause: Frequent eye rubbing
    Next Article
    વલસાડમાં પૂર બાદ સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત કરવા તંત્ર સક્રિય:પ્રભારી સચિવની ઉચ્ચસ્તરીય બેઠક, પુનઃસ્થાપન અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment