Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા રોડ પર સિંહ પરિવારના આંટાફેરા:બે સિંહણો એક સિંહબાળને ટ્રેનિંગ આપતી હોય તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યાં

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં લીમધ્રાથી વલાદર ગામ તરફ જતા માર્ગ પર દિવસ દરમિયાન સિંહ પરિવારના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. બે પુખ્ત સિંહણ અને એક સિંહબાળ રોડ નજીક નિર્ભયતાથી ફરી રહ્યા હતા. સ્થાનિકોએ આ અદભૂત દૃશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા, જે હવે ચર્ચાનો વિષય બન્યા છે. સિંહણો સિંહબાળને વંડો ઠેકવાનું શીખવતી હોય તેવા દૃશ્યો આ ઘટના રોડ નજીક આવેલા ખેડૂત હજાભાઈ મોઠાભાઈના ખેતર પાસે બની હતી. અહીં સિંહો આશરે સાત ફૂટ ઊંચો વંડો ઠેકતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બે સિંહણો સિંહબાળને ઊંચાઈવાળી દીવાલ ઠેકવાનું શીખવી રહી હોય તેવા દૃશ્યો જોવા મળતા સ્થાનિકોએ કુદરતના આ અનોખા નજારાનો આનંદ માણ્યો હતો. ચોમાસામાં દિવસ દરમિયાન વધે છે સિંહોની અવરજવર વન્યજીવ જાણકારોના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન જાવંત્રી, વડાળા, લીમધ્રા, વલાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસના સમયે પણ સિંહો વધુ જોવા મળે છે. જંગલ વિસ્તારમાં કાદવ-કીચડ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતા સિંહો ખુલ્લા અને સૂકા વિસ્તારો તરફ વિચરણ કરતા હોવાથી તેમની હાજરી ગામડાઓની આસપાસ વધુ જોવા મળે છે. સ્થાનિકો સિંહોથી સલામત અંતર જાળવી રાખે છે : જાવંત્રીના સરપંચ જાવંત્રીના સરપંચ અલ્તાફ બ્લોચે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારના ગામોમાં સિંહો દિવસ દરમિયાન પણ અવારનવાર જોવા મળે છે. જોકે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સિંહોથી સલામત અંતર જાળવી રાખે છે અને તેમને કોઈ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર નિહાળે છે. વન્યજીવો સાથે સહઅસ્તિત્વની આ સમજણને કારણે વિસ્તારમાં માનવ અને સિંહ વચ્ચેનું સંતુલન જળવાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લામાં મેઘ મહેર:ભારે વરસાદની આગાહી વચ્ચે ગારીયાધારમાં દોઢ અને સિહોરમાં એક ઈંચ વરસાદ, અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ
    Next Article
    રાજપીપળામાં AAPનું વિરાટ શક્તિ પ્રદર્શન યોજાયું:ચૈતર વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર રાષ્ટ્રપતિને મોકલાયા; શકુંતલાબેનનો મનસુખ વસાવાને જાહેર ડિબેટનો પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment