Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં મેઘ મહેર:ભારે વરસાદની આગાહી વચ્ચે ગારીયાધારમાં દોઢ અને સિહોરમાં એક ઈંચ વરસાદ, અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ

    1 week ago

    સમગ્ર રાજય માં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ભાવનગર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે શહેરમાં બપોર બાદ વાદળો બંધતા ઝરમર વરસાદ શરૂ થયો હતો જ્યારે જિલ્લાઓમાં ગરિયાધારમાં દોઠ ઈંચ તથા સિહોર માં એક ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકોઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આગામી 24 કલાકમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજરોજ ભાવનગરમાં જિલ્લાઓમાં છૂટાછવાયા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 12 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 11 મિમી, ઉમરાળામાં -8 મિમી, ભાવનગરમાં - 2 મિમી, ઘોઘામાં - 0 મિમી, સિહોરમાં - 24 મિમી, ગારીયાધારમાં - 38 મિમી, પાલીતાણામાં - 19 મિમી, તળાજામાં - 3 મિમી, મહુવામાં - 2 મિમી તથા જેસરમાં - 9 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો,આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 9 તાલુકામાં વરસાદ જ્યારે 1 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા..
    Click here to Read More
    Previous Article
    રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ:કરોડો રૂપિયાના બંગલામાં પાણી ઘૂસ્યા, બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા 200થી વધુ વાહનો ડૂબ્યા; શનિવારે શાળા-કોલેજોમાં રજા જાહેર
    Next Article
    તાલાલા રોડ પર સિંહ પરિવારના આંટાફેરા:બે સિંહણો એક સિંહબાળને ટ્રેનિંગ આપતી હોય તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment