Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની યશસ્વીસિંહ ચરકે ભારતનું ગૌરવ વધાર્યું:બાંગ્લાદેશના ઢાકામાં દક્ષિણ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

    1 day ago

    બાંગ્લાદેશના ઢાકા ખાતે 15થી 19 જુલાઈ, 2026 દરમિયાન સાઉથ એશિયન કરાટે ડો ફેડરેશન-SAKF દ્વારા યોજાયેલી 10મી દક્ષિણ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની મહિલા કરાટે ખેલાડી યશસ્વીસિંહ ચરકે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. રિલાયન્સ ગ્રીન્સ-RSCC, KDARFS અને કોચ ઉમાકાંત સેનાપતિના માર્ગદર્શન હેઠળ ઉત્કલ કરાટે સ્કૂલનું પ્રતિનિધિત્વ કરતી યશસ્વીસિંહે ભારત માટે ગૌરવની ક્ષણ સર્જી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ ઉજ્જવળ કર્યું SAKFને વર્લ્ડ કરાટે ફેડરેશન-WKF અને એશિયન કરાટે ફેડરેશન-AKFની સત્તાવાર માન્યતા પ્રાપ્ત છે. આવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યશસ્વીસિંહે પોતાના સમર્પણ, કઠોર મહેનત અને ઉત્કૃષ્ટ રમતકૌશલ્યના આધારે રજત પદક જીત્યો છે. તેમના આ પ્રદર્શનથી માત્ર જામનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ બન્યું છે. જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સન્માન આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જામનગરના જિલ્લા રમતગમત અધિકારી બી. જે. રાવલિયાએ યશસ્વીસિંહ ચરક અને તેમના કોચ ઉમાકાંત સેનાપતિનું વિશેષ સન્માન કર્યું હતું. સન્માન સમારોહ દરમિયાન અધિકારીએ યશસ્વીના નોંધપાત્ર પ્રદર્શન તેમજ કોચના સમર્પિત માર્ગદર્શનની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવી જ સફળતાઓ પ્રાપ્ત કરવાની શુભેચ્છા પાઠવી હતી. જામનગર અને ગુજરાત માટે ગૌરવની સિદ્ધિ યશસ્વીસિંહ ચરકની આ ઐતિહાસિક સિદ્ધિથી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. તેમની સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના કરાટે ક્ષેત્રની વધતી પ્રતિભાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ફાયર વિભાગનું ‘સુપર હીરો’ જેવું LIVE રેસ્ક્યૂ:છેલ્લા 24 કલાકમાં ધસમસતા પાણીમાંથી 230થી વધુ લોકોને બચાવ્યાં
    Next Article
    આજી-2, ભાદર-2 અને સુરવો ડેમ છલોછલ થતા 30 ગામોમાં એલર્ટ:રાજકોટ શહેરમાં 4 વાગ્યા સુધી 3.5 ઇંચ, વીરપુર અને જામકંડોરણામાં 8 ઇંચ, જેતપુરમાં 6.5 તથા ગોંડલમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment