Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ફાયર વિભાગનું ‘સુપર હીરો’ જેવું LIVE રેસ્ક્યૂ:છેલ્લા 24 કલાકમાં ધસમસતા પાણીમાંથી 230થી વધુ લોકોને બચાવ્યાં

    1 day ago

    સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખાડી વિસ્તારો ઉભરાતા રસ્તાઓ પર ધસમસતા પાણીના પ્રવાહ વહેવા લાગ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં સુરત ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની જાનના જોખમે દિલધડક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ ફાયર વિભાગે ખાડી વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી 230થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બનાવ 1: નાના વરાછાની ખાડીમાં પડેલા બીમાર આધેડને ધસમસતા પ્રવાહમાંથી ઉગારાયા નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક આવેલી રવિ પાર્ક સોસાયટી પાસે એક હૃદયકંપાવનારો બનાવ બન્યો હતો. 51 વર્ષીય બીમાર આધેડ અનિલભાઈ દગડુભાઈ મહાજન રહસ્યમય રીતે ખાડીના ધસમસતા પ્રવાહમાં પડી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ તણાઈને 300 મીટર દૂર ખાડીના કિનારા તરફ ફેંકાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ બાજુના મકાનની ટેરેસ પરથી પ્લાન બનાવી, એક જવાને ખાડીના ધસમસતા પાણીમાં ઉતરીને ભારે જહેમત બાદ અનિલભાઈનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડીસીપી સહિતના આધેડના ઘરે પહોંચી ખબર અંતર પૂછ્યું આધેડ અનિલભાઈ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટના અંગેની જાણ થતા ડીસીપી આલોકકુમાર, એસીપી વિપુલ પટેલ, કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર સોલંકી સહિતના અનિલભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના ખબર અંતર પૂછીને પરિવારને આપી હતી. માનવતાભર્યું પગલું ભરી અનાજની કિટ અને કપડાં પણ આપ્યા હતા. બનાવ 2: ઓલપાડના અછારણમાં પાણી વચ્ચે ફસાયેલા વૃદ્ધ ખેડૂત દંપતીનું રેસ્ક્યૂ બીજા બનાવમાં, ઓલપાડ તાલુકાના અછારણ ગામે વાડી વિસ્તારમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. આ સ્થિતિમાં વાડીમાં રહેતા વૃદ્ધ ખેડૂત દંપતી ભગવાનદાસભાઈ અને સમજુબેન પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. દંપતીએ મદદ માટે ઓલપાડ મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયરના જવાનો 'રિંગ ગાર્ડ' સાથે જાતે જ પાણીમાં તરીને દંપતી સુધી પહોંચ્યા હતા અને બંનેને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. બનાવ 3: વેસુમાં લિફ્ટ બંધ થતાં 3જા માળેથી માતા-નવજાત બાળકનું રેસ્ક્યૂ ત્રીજા બનાવમાં વેસુ વિસ્તારના એક કોમ્પ્લેક્સની બહાર ભારે પાણી ભરાઈ જતાં સ્થિતિ વણસી હતી. કોમ્પ્લેક્સમાં લાઈટ ગુલ થતાં લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેના કારણે 3જા માળે આવેલી ખાનગી હોસ્પિટલમાં એક માતા અને તેમનું નવજાત બાળક અટવાઈ પડ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ ભીમરાડ ફાયર સ્ટેશનની ટીમ મદદ માટે પહોંચી હતી. જવાનોએ ભારે મહેનત બાદ ત્રીજા માળેથી માતા અને બાળકને સુરક્ષિત રીતે નીચે ઉતારી, પોતાની ગાડીમાં બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ખાડી વિસ્તારોમાં ફાયર વિભાગની ‘મેગા રેસ્ક્યૂ’ કામગીરી સુરતમાં સીમાડા ખાડી, મીઠી ખાડી અને બેદવાર ખાડી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો લોકો અટવાયા છે. સુરત ફાયર વિભાગની વિવિધ ટીમોએ આ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરીને અત્યાર સુધીમાં 230થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં નવજાત બાળકો અને તેમની માતાઓ, ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વયોવૃદ્ધ નાગરિકોનો સમાવેશ થાય છે. ફાયર વિભાગ દ્વારા બોટથી પણ રહેશો કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની આ ત્વરિત અને સાહસિક કામગીરીને કારણે અનેક પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે અને લોકો ફાયરના જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢના સુરેલા PHC ખાતે PMSMA દિવસની ઉજવણી:41 સગર્ભા બહેનોની મફત આરોગ્ય તપાસ કરાઈ
    Next Article
    જામનગરની યશસ્વીસિંહ ચરકે ભારતનું ગૌરવ વધાર્યું:બાંગ્લાદેશના ઢાકામાં દક્ષિણ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment