Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢના સુરેલા PHC ખાતે PMSMA દિવસની ઉજવણી:41 સગર્ભા બહેનોની મફત આરોગ્ય તપાસ કરાઈ

    1 day ago

    અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કુલ 41 સગર્ભા બહેનોની મફત અને સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.એમ. સ્વામીના આદેશ અનુસાર તેમજ મેડિકલ ઓફિસર વિજય ચૌધરી અને ડૉ. સુરેશ પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. એક પણ સગર્ભા માતા આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે મુખ્ય ઉદ્દેશ્ય હતો. તપાસ દરમિયાન સગર્ભા બહેનોનું બ્લડ પ્રેશર (BP), વજન, ઊંચાઈ, પેટની તપાસ અને વિવિધ લેબોરેટરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જોખમી ગર્ભાવસ્થાની ઓળખ કરીને તેમને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. તમામ બહેનોને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું વિતરણ પણ કરાયું હતું. પૂરક આહાર તરીકે સરપંચ દ્વારા તમામ સગર્ભા માતાઓને ગોળ અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે PHC સુરેલાના MPHS જીતુભાઈ, સ્ટાફ બ્રધર આકાશભાઈ, ફાર્માસિસ્ટ ધવલભાઈ, લેબ ટેકનિશિયન પ્રિયંકાબેન, સ્ટાફ નર્સ ચારુલતાબેન, ફિમેલ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલાનો તમામ સ્ટાફ, આશા અને આશા ફેસિલિટેટરે સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પ્રશાસન એલર્ટ મોડ પર:સંભવિત પૂરની સમીક્ષા માટે IAS અમિત અરોરા મેદાને, પાલિકા-કલેક્ટરની તૈયારીઓથી સંતોષ વ્યક્ત કર્યો
    Next Article
    સુરત ફાયર વિભાગનું ‘સુપર હીરો’ જેવું LIVE રેસ્ક્યૂ:છેલ્લા 24 કલાકમાં ધસમસતા પાણીમાંથી 230થી વધુ લોકોને બચાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment