Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પ્રશાસન એલર્ટ મોડ પર:સંભવિત પૂરની સમીક્ષા માટે IAS અમિત અરોરા મેદાને, પાલિકા-કલેક્ટરની તૈયારીઓથી સંતોષ વ્યક્ત કર્યો

    1 day ago

    ઉપરવાસમાં ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં સંભવિત પૂર જેવી પરિસ્થિતિ સામે તંત્ર કેટલું સજ્જ છે તેની આણીકોર સમીક્ષા કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના સીઇઓ અને અનુભવી આઈએએસ અધિકારી અમિત અરોરા વડોદરા દોડી આવ્યા હતા. રાજ્ય સરકારે વડોદરા પ્રશાસનને માર્ગદર્શન આપવા ખાસ જવાબદારી સોંપતા, અમિત અરોરાએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તંત્રની તમામ પૂર્વ તૈયારીઓ અને આયોજન નિહાળી તેમણે પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આફત સામે ઉચ્ચ સ્તરીય બેઠક અને કામગીરીનું મોનિટરિંગ વહીવટી તંત્રની કામગીરીને વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે અમિત અરોરાએ આપત્તિ વ્યવસ્થાપન ટીમ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા, નીચાણવાળા વિસ્તારોમાંથી ફસાયેલા લોકોના સુરક્ષિત સ્થળાંતર અને રાહત સામગ્રીના વિતરણ અંગેની બ્લૂપ્રિન્ટ ચકાસવામાં આવી હતી. તેઓ સ્થાનિક પ્રશાસન સાથે સીધા સંકલનમાં રહીને તમામ રાહત કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સિટી કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ અને સ્થળાંતરની તૈયારીઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિટી કંટ્રોલ રૂમ પરથી શહેરની સ્થિતિ પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે. ગતરોજ પડેલા ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્રએ તાત્કાલિક ધોરણે લોકોને એલર્ટ કરીને સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને તાત્કાલિક પ્રતિસાદ પ્રણાલીને કારણે સ્થિતિ નિયંત્રણ હેઠળ રહી છે. વિશ્વામિત્રી અને આજવાની જળસપાટી પર નજર; તંત્ર સક્ષમ હાલમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ૧૩ ફૂટની આસપાસ છે જે ભયજનક સપાટીથી ઘણું દૂર છે, જ્યારે આજવા સરોવરની સપાટી ૨૦૮ ફૂટની આસપાસ નોંધાઈ છે. મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી, આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના જળસ્તર પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આજે સવારથી વરસાદે વિરામ લેતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, છતાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સમગ્ર વહીવટી તંત્ર પૂરેપૂરું સક્ષમ છે.
    Click here to Read More
    Previous Article
    શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં 200 વાહનો ડૂબ્યા:આવતીકાલે 25 જુલાઈના રોજ પણ અમદાવાદમાં તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે
    Next Article
    અમીરગઢના સુરેલા PHC ખાતે PMSMA દિવસની ઉજવણી:41 સગર્ભા બહેનોની મફત આરોગ્ય તપાસ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment