Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં 200 વાહનો ડૂબ્યા:આવતીકાલે 25 જુલાઈના રોજ પણ અમદાવાદમાં તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે

    1 day ago

    અમદાવાદ શહેરમાં 23 જુલાઈએ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે.શહેરના થલતેજ, બોપલ, આંબલી, શેલા સહિતના વિસ્તારમાં ક્યાંક કેડસમા તો ક્યાંક છાતીસમા પાણી ભરાયેલા છે. સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો હોવાના કારણે પાણી ન ઓસરતા આર્મીને ઉતારવાની ફરજ પડી છે. કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલાોમાં છાતીસમા પાણી ભરાયા છે. ગઈકાલથી લોકો અહીં ફસાયા હોય આર્મીએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા સલામતીના ભાગરૂપે 16 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા. પાંજરાપોળ ચાર રસ્તા પર સહજાનંદ કોલેજ પાસે ભૂવો પડ્યો છે. પાણી ભરાઈ જતા હેલ્મેટ સર્કલ તરફ ન જવા AMCએ અપીલ કરી છે તો શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પડી હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીથે બોપલ-આંબલી વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યારે અમિત શાહે પણ ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. અમદાવાદના વરસાદની તસવીર
    Click here to Read More
    Previous Article
    વેજલપુર જળમગ્ન:શ્રી નંદનગર 'પાણી'માં, લોકોના ઘર-દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને માલસામાનને નુકસાન
    Next Article
    વડોદરામાં પ્રશાસન એલર્ટ મોડ પર:સંભવિત પૂરની સમીક્ષા માટે IAS અમિત અરોરા મેદાને, પાલિકા-કલેક્ટરની તૈયારીઓથી સંતોષ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment