Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેજલપુર જળમગ્ન:શ્રી નંદનગર 'પાણી'માં, લોકોના ઘર-દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને માલસામાનને નુકસાન

    1 day ago

    અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. તેમાં પણ વેજલપુર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વેજલપુર વિસ્તારમાં વરસાદના કારણે કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવવા ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ જીરો પર પહોંચી હતી. શ્રી નંદનગર પાણીમાં વેજલપુર વિસ્તારમાં વરસાદના કારણે તમામ રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રી નંદનગરમાં પાણી ભરાવાથી 20 હજાર કરતા વધુ લોકોને અસર થઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે પહોંચી ત્યારે અંદર જવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલ સાંજ બાદ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. પાણી ભરાયેલા હોવાથી વાહન લઈને તો દૂર ચાલીને પણ લોકો જઈ શકતા નથી. પાણી ન ઓસરતા દુકાન માલિકો રાતા પાણીએ રોઈ રહ્યા છે આ વર્ષે પણ પાણી ભરાવાના કારણે જે પણ દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હતી તે તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. દુકાન માલિકોને સામાન બહાર નીકળવા માટે પણ સમય મળ્યો નહોતો. જેના કારણે દુકાનમાં રાખવામાં આવેલો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. ઇલેક્ટ્રિક અને ઘઉં દળવાની ઘંટીમાં પણ હજુ સુધી પાણી ભરાયેલા છે. લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો લોકોને વારો આવ્યો છે. તેમજ હજુ સુધી પાણી ન ઓસરતા દુકાન માલિકો રાતા પાણીએ રોઈ રહ્યા છે. ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન સવારે જીવન જરૂરી વસ્તુ લેવા જવા માટે પણ શ્રીનંદનગર વિસ્તારના લોકો કમરસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમજ જે પણ લોકોના ફ્લેટ ગ્રાઉન્ડ પર હતા તે તમામ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તેમજ ગઈકાલ સાંજથી જ લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. તેમજ ખાવા માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. ફ્રીઝ, ઘરઘંટી, ગાદલા, રસોડાનો સમાન તમામ વસ્તુઓ પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. અંદાજે 150 કરતા વધુ મકાનમાં પાણી હજુ પણ ભરાયા છે. ભૂખ્યા તરસ્યા રહેવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. એક પણ અધિકારી કે નેતા ફરક્યા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકપણ અધિકારી પાણીનો નિકાલ કરવા માટે હજુ સુધી ફરક્યા નથી. એકપણ નેતાઓ લોકોના હાલ જોવા માટે ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂખ્યા તરસ્યા સ્થાનિકો રહેવા માટે મજબૂર બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    1100 દિવસનો એકાંત કારાવાસ ને ઝાંખી થતી દ્રષ્ટિ:જેલમાં બંધ ઈમરાનને એક આંખે દેખાવાનું ઓછું થયું, માત્ર 15% દ્રષ્ટિ બચી; પુત્રએ સોશિયલ મીડિયામાં મદદની ભીખ માગી
    Next Article
    શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં 200 વાહનો ડૂબ્યા:આવતીકાલે 25 જુલાઈના રોજ પણ અમદાવાદમાં તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment