Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજી-2, ભાદર-2 અને સુરવો ડેમ છલોછલ થતા 30 ગામોમાં એલર્ટ:રાજકોટ શહેરમાં 4 વાગ્યા સુધી 3.5 ઇંચ, વીરપુર અને જામકંડોરણામાં 8 ઇંચ, જેતપુરમાં 6.5 તથા ગોંડલમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

    1 day ago

    હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇ રાજકોટ શહેર જિલ્લામાં ગઈકાલે રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રીના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 3.5 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે જયારે જિલ્લામાં પણ વીરપુર અને જામકંડોરણામાં 8-8 ઇંચ, જેતપુરમાં 6.5 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. બીજી તરફ જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થતા આજી-2 અને ભાદર-2 ડેમ છલોછલ થયા છે જયારે જેતપુરનો સુરવો ડેમ 90% ભરાઈ જતા ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી પગલે વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના 10 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં રાત્રીના 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં કુલ વરસાદ છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ સુધી નોંધાઈ ચુક્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધી રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 9 ઇંચ નોંધાયો છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં 223 mm, ઇસ્ટ ઝોનમાં 218 mm અને વેસ્ટ ઝોનમાં 248 mm નોંધાયો છે. હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સાંજે 6 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વીરપુર અને જામકંડોરણામાં સવારે 8 વાગ્યા સુધીમાં 8 ઇંચ, જેતપુરમાં 6.5 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ, લોધિકામાં 4 ઇંચ, જસદણમાં 2 ઇંચ, ધોરાજીમાં 2 ઇંચ અને કોટડા સાંગાણીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આજી 2 ડેમનો એક દરવાજો બંધ કરાયો રાજકોટના આજી 2 ડેમના 6 દરવાજા 0.15 મીટર ખુલ્લા હતા તેમાં આજે બપોરે ઘટાડો કરીને પાંચ દરવાજા 0.15 મીટર સુધી કરવામાં આવ્યા છે. હાલ ડેમનું જળસ્તર 72.5 મીટર છે. જેના કારણે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 72.5 મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક 1680 ક્યુસેક છે. ધોરાજી પાસેનો ભાદર 2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા પાંચ દરવાજા ખોલાયા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર 2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા સવારે 10.45 વાગ્યે ડેમના 5 દરવાજા 1.82 મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરાજીના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણી તથા આસપાસના વિસ્તારોમાં ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નિલાખા, તલગાણા, ઉપલેટામાં એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના કુતિયાણાના ભોગસર, બિલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગ્રાસ, થાપડા માણાવદર, ચીલોદરા, રોઘડા, વડાસડા, વેકરી પોરબંદર, ચીકાસા, ગારેજ, મિતરાળા, નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 52.5 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 43.4 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક 40604 ક્યુસેક છે. જેતપુર પાસેનો સુરવો ડેમ 90 ટકા ભરાયો વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. આ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે આથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જાહેર કરવામાં આવી છે. આ સાથે જેતપુર તાલુકાના થાણા ગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 99.85 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 98.70 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 9.555 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 1544 ક્યુસેક છે અને જાવક ૦ છે. લાલપરી ડેમ 80 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડેમની પૂર્ણ જળસપાટી 137.46 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 136.88 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 4.13 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 183 ક્યુસેક છે, અને જાવક 0 છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરની યશસ્વીસિંહ ચરકે ભારતનું ગૌરવ વધાર્યું:બાંગ્લાદેશના ઢાકામાં દક્ષિણ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો
    Next Article
    ઉચ્છલમાં વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં રેલી:મામલતદારને આવેદનપત્ર આપી પેપર લીક તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment