Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારી દ્વારા વેપારી-ઉદ્યોગકાર શિબિર:તણાવમુક્ત જીવન અને સકારાત્મક નેતૃત્વ પર માર્ગદર્શન અપાયું

    13 hours ago

    આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા માઉન્ટ આબુના જ્ઞાન સરોવર ખાતે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી વીંગ દ્વારા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે વિશેષ રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય તણાવમુક્ત જીવન, સકારાત્મક નેતૃત્વ, રાજયોગ અને ધ્યાન દ્વારા મનની શાંતિ તથા એકાગ્રતા પ્રાપ્ત કરવાનો હતો. શિબિરમાં તણાવમુક્ત વેપાર, કાર્યસ્થળે તાણ ઓછી કરવાની રીતો અને વ્યવસાયમાં નૈતિક મૂલ્યો, ઈમાનદારી તથા સંતોષના મહત્વ પર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ શિબિરમાં ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર બી.કે. શિવાની દીદી, બી.કે. યોગેશભાઈ, બી.કે. ડો. ગિરીશભાઈ, બી.કે. સ્વામીનાથન, બી.કે. સૂરજભાઈ અને અન્ય વરિષ્ઠ દીદીઓ દ્વારા પ્રવચનો આપવામાં આવ્યા હતા. સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આશરે ૩૫૦ જેટલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ આ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્રના સંચાલિકા રાજયોગીની બી.કે. નીતાબેનની પ્રેરણાથી બોટાદના મુક્તિધામના પ્રણેતા અને જાયન્ટ્સ સંસ્થાના ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, અગ્રણી વેપારી માધવજીભાઈ માણિયા અને નિરવભાઈ યાદવ પણ આ શિબિરમાં જોડાયા હતા. તેમણે બ્રહ્માકુમારી સંસ્થાના જ્ઞાન સરોવર, પાંડવ ભવન અને શાંતિ વન પરિસરના ઐતિહાસિક સ્થળો તેમજ વરિષ્ઠ દીદીઓના સમાધિ સ્થળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગણદેવીના ભાટમાં 30થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા:પાણી પ્રવાહ વધી જતા ફસાયા હતા, નવસારીમાં ભારે વરસાદથી વિકટ સ્થિતિ
    Next Article
    મોટી વાલઝર પુલ પાસે યુવકે લગાવી મોતની છલાંગ:કરોડોના ખર્ચે બનેલો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ, 50 હજાર લોકો પ્રભાવિત; ગણદેવીમમાં 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment