Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રહલાદનગરથી બોપલ સુધીનો રસ્તો રામભરોસે:રસ્તા પર પાણી, વાહનો બંધ, જનતા પરેશાન; ટુ-વ્હીલર પર ભાસ્કર રિપોર્ટરે અમદાવાદના પોશ વિસ્તારની હકીકત દેખાડી

    10 घंटे पहले

    અનરાધાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હતું. તેમાં પણ બોપલ અને પ્રહલાદનગર વિસ્તારમાં તો વરસાદે માઝા મૂકી હતી. કરોડોના બંગલામાં પાણી ઘૂસી ગયા તો દરિયામાં બોટની જેમ રોડ પર ગાડીઓ હિલોળે ચડી હતી. રસ્તા પર પાણી, વાહનો બંધ, જનતા પરેશાન, એક રીતે જોઇએ તો પ્રહલાદનગરથી બોપલ સુધીનો રસ્તો રામભરોસે થઈ ગયો હતો. ગોતાથી લઈને ઇસ્કોન ચાર રસ્તા સુધીના રસ્તા પણ ભયંકર પાણી ભરાયા હતા. ત્યારે દિવ્ય ભાસ્કરના રિપોર્ટરેે પણ ટુ-વ્હીલર પર નીકળી અમદાવાદના પોશ વિસ્તારની હકીકત દેખાડી… જોધપુર ગામથી હરણ સર્કલ તરફના રસ્તા પર વાહનો બંધ પડ્યા દિવ્ય ભાસ્કરના રિપોર્ટર અપૂર્વ સિસોદિયા પ્રહલાદનગરના હરણ સર્કલથી ટુ-વ્હીલર પર નીકળ્યા. તેમણે જોયું કે ભારે વરસાદને પગલે જોધપુર ગામથી હરણ સર્કલ તરફ જતો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો. ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે અનેક ટુ-વ્હીલર્સ બંધ પડી ગયા હતા. લોકો બાઇક ઊંચા કરીને પાણી બહાર કાઢતા નજરે પડ્યા હતા. એક માતા પોતાની બીમાર દીકરીને શાળાએથી ઘરે લાવવા માટે વાહન ન ચાલી શકતાં ખભા પર બેસાડીને પાણીમાંથી પસાર થવા મજબૂર બની હતી. પ્રહલાદનગર ગાર્ડન રોડ પર નદીની જેમ પાણી વહ્યા હરણ સર્કલથી પ્રહલાદનગર ગાર્ડન તરફના રસ્તા પર ભાસ્કર રિપોર્ટરે નદીની જેમ વરસાદી પાણી વહેતા જોયા. રસ્તાની બંને બાજુ ગાડીઓના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાતાં ટ્રાફિક જામ થયો હતો. AMCના કોઈ અધિકારી કે કર્મચારી પાણીના નિકાલ માટે સ્થળ પર ન પહોંચતા આસપાસના સ્થાનિકોએ જ ટ્રાફિક વ્યવસ્થા સાંભળી હતી. કર્ણાવતી ક્લબથી ઈસ્કોન એસ.જી. હાઇવે જળમગ્ન કર્ણાવતી ક્લબથી ઈસ્કોન તરફ જતો મુખ્ય રસ્તો જળમગ્ન થતાં વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી હતી. માત્ર સર્વિસ રોડ પરથી જ વાહનો પસાર થઈ શકતા હોવાથી લાંબી કતારો લાગી હતી અને રિપોર્ટરનો 15થી 20 મિનિટનો સમય વેડફાયો હતો. ઇસ્કોન-આંબલીથી બોપલ રોડના BRTS કોરિડોરમાં ટ્રાફિક જામ બોપલ BRTS સ્ટેન્ડ આસપાસ બંને તરફના રસ્તાઓ બંધ થઈ જતાં વાહનચાલકો નાછૂટકે નિયમ તોડીને BRTS કોરિડોરમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. BRTS કોરિડોરમાં પણ પાણી ભરાતાં અને તમામ વાહનો ત્યાંથી જતાં ભારે ચક્કાજામ સર્જાયો હતો. ઇસ્કોનથી આંબલી પહોંચવામાં 1થી 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. AMC કે ટ્રાફિક પોલીસનો એક પણ માણસ નથી: વિકાસ તંત્રની ગેરહાજરી સામે સ્થાનિક વિકાસ પટણીએ ભાસ્કર સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સવારે 9 વાગ્યાથી અમે સ્થાનિકો જ ટ્રાફિક મેનેજ કરી રહ્યા છીએ. બંને મુખ્ય રસ્તાઓ બંધ હોવાથી અમે લોકોને BRTS કોરિડોરમાંથી જવાની સૂચના આપીએ છીએ. કલાકો વીતી ગયા છતાં AMCનો કે ટ્રાફિક પોલીસનો એક પણ માણસ કે અધિકારી પાણીના નિકાલ કે ટ્રાફિક ખાલી કરાવવા આવ્યો નથી. ટૂંકો રસ્તો કાપતા ભાસ્કર રિપોર્ટરને કલાકો વીતી ગયા આખરે જેમ તેમ કરી ભાસ્કર રિપોર્ટર બોપલ BRTS બસ સ્ટેન્ડ પહોંચ્યા. ભારે વરસાદ અને તંત્રની બેદરકારીને કારણે આ ટૂંકો રસ્તો કાપતા ભાસ્કર રિપોર્ટરને કલાકો વીતી ગયા. આ સફર દરમિયાન ભાસ્કર રિપોર્ટરે જોયું કે રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. વાહનો બંધ થઈ ગયા હતા, શહેરીજનો પરેશાન થઈ ગયા હતા અને આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન તંત્ર ક્યાંય પણ જોવા મળ્યુ નહોતું. ગોતાથી લઈને ઇસ્કોન સુધીના હાઈવે પર પાણી ભરાયા દિવ્ય ભાસ્કરના રિપોર્ટર યશસ્વી ચૌહાણે ટુ વ્હીલર પર નીકળી એસજી હાઇવે પર ગોતાથી લઈને ઇસ્કોન સુધીના હાઈવે પર રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. થલતેજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ 23 જુલાઈએ બપોરે લગભગ 2.15 વાગ્યાની આસપાસ ગોતા ચોકડી પરથી ભાસ્કર રિપોર્ટર પસાર થયા. ત્યારે થલતેજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો અને મોટાભાગના વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું હતું. ગોતા ચોકડીથી આગળ જતા ગાંઠિયા રથ પાસે રોડ પર પાણી ભરેલા જોવા મળ્યા હતા. વાહન ચાલકોના વાહનોના ટાયરો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે પાણી ભરાયા ગુજરાત હાઇકોર્ટના ગેટ નંબર બે પાસે વરસાદી પાણી યથાવત જોવા મળ્યા હતા. લગભગ ઘૂંટણ સમા પાણી ભરેલા હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. ટુ વ્હીલર ચાલક અને ફોરવીલર ચાલકો ફસાયા હતા. એસજી હાઇવે પર બપોરના સમયે ફરી વરસાદના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો તો ન હતા સર્જાયા પરંતુ ભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને વાહન ચલાવવા માટે લાઈટો ચાલુ રાખવી પડી હતી. પેલેડિયમ મોલથી થલતેજનો રસ્તો બંધ કરાયો હતો પેલેડિયમ મોલથી થલતેજ તરફ જતા રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પાણી ભરાવાના કારણ અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા. ટુ વ્હીલર ચાલક અને ખાસ કરીનેરીક્ષાઓ પણ બંધ પડી ગઈ હતી. ઘણી ફોરવીલર ગાડીઓ પણ આ પાણીમાં બંધ પડી ગઈ હતી. પેલેડિયમ મોલથી થલતેજ સુધી પહોંચવામાં રિપોર્ટરને 20 મિનિટનો સમય લાગ્યો હતો. રસ્તા પર ભારે વરસાદને લઈને પાણી ભરાઈ જવાને પગલે વાહન ચાલકો ધીમે ધીમે પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાડીઓ પૂરેપૂરી પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ હતી. આગળ પોલીસની ટીમ પણ ઉભી હતી જે લોકોને બીજા રસ્તેથી જવા માટે અપીલ કરી રહી હતી. છતાં ઘણા લોકો એ જ રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા હતા. થલતેજ મેટ્રો સ્ટેશન પાસે 25 ટુ વ્હીલર બંધ પડ્યા ત્યારબાદ થલતેજ મેટ્રો સ્ટેશન પાસે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો.લગભગ 20થી 25 ટુ વ્હીલર બંધ પડી ગયા હતા. ઘણી રિક્ષાઓ પણ બંધ પડી ગઈ હતી જે રિક્ષાના સાઇલેન્સરમાંથી લોકો પાણી કાઢી રહ્યા હતા. રસ્તા પર પાણી એટલું બધું ભરેલું હતું કે દૂરથી આવતી ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી હતી. બસના ટાયર પાણીમાં ડૂબેલા જોવા મળ્યા બીએમડબલ્યુ, મર્સિડીઝ, ઓડી સહિતની કાર પણ પાણીમાં ડૂબેલી જોવા મળી હતી. જેને લોકો ધક્કો મારીને પાણીથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા. ત્યાંથી લગભગ બેથી ત્રણ બસ પસાર થઈ હતી. આ બસોના ટાયર પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. એક સિનિયર સિટીઝન રિક્ષાના સહારે તેને પકડીને ચાલીને આવતા હતા ત્યારે અચાનક પાણીમાં પડી ગયા હતા. વરસાદ બંધ થયો છતાં પાણી ન ઓસર્યાં પકવાન ચાર રસ્તાથી ઈસ્કોન ક્રોસ રોડ વચ્ચે રસ્તા પર ખૂબ જ પાણી ભરેલા જોવા મળ્યા હતા. વરસાદ બંધ થયાને લગભગ બે કલાકનો સમય વીતી ગયો હતો ત્યારે સાંજના સમયે પણ વરસાદના પાણી ઓસર્યા ન હતા. પાણી ભરાઈ જવાને કારણે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયેલો જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વરસાદે અમદાવાદને ધ્રુજાવ્યું, સ્થિતિ ભયંકર બની:ગુજરાત યુનિ.માં તમામ થિયરી પરીક્ષા રદ, પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટથી 20 લોકોનું રેસ્ક્યૂ
    Next Article
    આજે 3 જિલ્લામાં રેડ અને 13માં ઓરેન્જ એલર્ટ:મેઘરાજાની તોફાની બેટિંગથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, NDRF અને SDRFની ટીમો તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment