Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 3 જિલ્લામાં રેડ અને 13માં ઓરેન્જ એલર્ટ:મેઘરાજાની તોફાની બેટિંગથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, NDRF અને SDRFની ટીમો તૈનાત

    9 hours ago

    હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 23 જુલાઈએ રાજ્યમાં 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને અમદાવાદના ધોળકામાં 18-18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેરગામ અને મહેમદાબાદમાં 17-17 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા, વાસંદા, માતર, દસક્રોઇ, વલસાડ સહિતના 17 તાલુકામાં 11થી 16 ઈંચ અને 110 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નવસારીમાં 10 હજાર લોકોનું અને વલસાડમાં 12 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરતમાંથી મોટા પ્રમાણમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આશરે 2 હજાર લોકો હાલ આશ્રયસ્થાનોમાં રોકાયા છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવશે. હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. 35થી વધુ સ્થળોએ સબ સ્ટેશનમાં ખામી સર્જાતા વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF જ્યારે વલસાડમાં 3 NDRF અને 5 SDRF ટીમો તૈનાત છે. ઓડિશાથી વધુ 4 ટીમો ગુજરાત બોલાવવામાં આવી છે, જેમાં 2 ટીમ વલસાડ અને 1 ટીમ સુરત તરફ મોકલવામાં આવશે. આર્મીની 2 કોલમ બોલાવવામાં આવી છે. બચાવ કામગીરી માટે 25 બોટ વલસાડ રવાના કરવામાં આવી છે. નવસારીમાં જરૂર પડશે તો બોટ મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પ્રહલાદનગરથી બોપલ સુધીનો રસ્તો રામભરોસે:રસ્તા પર પાણી, વાહનો બંધ, જનતા પરેશાન; ટુ-વ્હીલર પર ભાસ્કર રિપોર્ટરે અમદાવાદના પોશ વિસ્તારની હકીકત દેખાડી
    Next Article
    જામજોધપુર PI ચૌહાણની ક્રેટા કારની ટક્કરે બે યુવકોના કરુણ મોત:મૃત બળદના શવને લઈ જતી વખતે બની દુર્ઘટના; ઇજાગ્રસ્ત વૃદ્ધને PI દવાખાને લઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment