Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુર PI ચૌહાણની ક્રેટા કારની ટક્કરે બે યુવકોના કરુણ મોત:મૃત બળદના શવને લઈ જતી વખતે બની દુર્ઘટના; ઇજાગ્રસ્ત વૃદ્ધને PI દવાખાને લઈ ગયા

    8 hours ago

    જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારથી સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, PI એન. બી. ચૌહાણ પોતાની ખાનગી ક્રેટા કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે વસંતપૂર પાટિયા નજીક બે યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. મૃત બળદના શવને લઈ જતી વખતે આ દુર્ઘટના બની હતી. બે યુવકોના ઘટનાસ્થળે મોત, મહંત ઇજાગ્રસ્ત મળતી માહિતી મૂજબ જામજોધપુર નજીક વસંતપૂર પાટિયા એક મૃત બળદના શવને લઈ જવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું અને બળદના શવને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી સમયે PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારે ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારી હતી. PI એન. બી. ચૌહાણ પોતે જ આ કાર ચલાવી રહ્યાં હતા. આ ટક્કરમાં જમવાડીનો 30 વર્ષીય રોનક ખાંટ નામનો યુવક અને લૂધા ગઢવી નામના જામજોધોપુર યુવકના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે રામદાસ ગોંડલીયા નામના એક વૃદ્ધ મહંત ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ PI એમ. બી. ચૌહાણ પોતે આ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલ લઈ ગયા હતા. PI એન. બી. ચૌહાણ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં, ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા PI એન. બી. ચૌહાણ પોતાની ફરજ પરના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હાલ હાજર છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજે 3 જિલ્લામાં રેડ અને 13માં ઓરેન્જ એલર્ટ:મેઘરાજાની તોફાની બેટિંગથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, NDRF અને SDRFની ટીમો તૈનાત
    Next Article
    PM Modi Video Message On Paper Leak: पीएम मोदी ने जारी किया वीडियो संदेश। NEET Paper Leak | CJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment