Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ભાજપમાં ડો. દક્ષ ત્રિવેદીની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી:પ્રદેશ મોવડી મંડળ અને પ્રભારીના વિચાર-વિમર્શ બાદ નિર્ણય

    14 hours ago

    જામનગર મહાનગર ભાજપમાં મહત્વની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. ડો. દક્ષ નરેન્દ્રભાઈ ત્રિવેદીને જામનગર મહાનગરના 'સોશિયલ મીડિયા ઇન્ચાર્જ' તરીકે નિયુક્ત કરાયા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ વરણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સાથે વિચાર-વિમર્શ બાદ આ નિર્ણય લેવાયો હતો.ડો. દક્ષ ત્રિવેદી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીની નીતિઓ અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સંભાળશે. તેમનો અનુભવ આ કાર્યમાં મહત્વનો સાબિત થશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, ડો. દક્ષ ત્રિવેદી પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર છે. તેમની નિમણૂક થતાં જામનગર ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સગા-સંબંધીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સચિવાલય સેવામાં મોટી રાહત:સેક્શન અધિકારીની ભરતીના નિયમો બદલાયા, બઢતીનો કોટા વધારીને 60 ટકા કરાયો
    Next Article
    પ્રહલાદનગર વિસ્તારમાં દરેક રસ્તા પાણીમાં:જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, રસ્તા પર લોકો અટવાયા, વાહનો ડૂબ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment