Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજ બંધ:ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલએ આંગણવાડીથી લઈ શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

    16 hours ago

    વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતો જિલ્લા કલેક્ટરનો નિર્ણય હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર ડો.મનીષ બંસલે આવતીકાલે તા. 24 જુલાઈ 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભાવનગર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૂરી વહીવટી કામગીરી બજાવવાની રહેશે., જિલ્લા કલેક્ટર ડો.મનીષ બંસલે વાલીઓ અને નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે તેમજ હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તથા આ સીઝનમાં જરૂરી સાવચેતી રાખે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    119 તાલુકામાં સૌથી વઘુ નવસારીના ખેરગામમાં 16 ઇંચ:નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ, રેસ્ક્યૂ માટે 4 હેલિકોપ્ટર તૈયાર, વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત
    Next Article
    મહીસાગરમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, ITI અને આંગણવાડીઓમાં રજા જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment