Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    119 તાલુકામાં સૌથી વઘુ નવસારીના ખેરગામમાં 16 ઇંચ:નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ, રેસ્ક્યૂ માટે 4 હેલિકોપ્ટર તૈયાર, વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત

    1 day ago

    આજે 119 તાલુકામાં સૌથી વઘુ નવસારીના ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો 43 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બનતા શહેરનો 30 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદીના કાંઠે 11 ગામમાંથી આશરે 200 લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાંસદામાં બાઈક તણાતાં 2ના મોત થયાં છે. હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF, જ્યારે વલસાડ જિલ્લામાં 3 NDRF અને 1 SDRF ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં વલસાડમાં આશરે 1200 લોકોનું રેસ્ક્યૂ, જ્યારે સુરત શહેરમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાલમાં 36 ઈંચથી વધુ વરસાદથી લોકોને છત પર રહેવાની ફરજ પડી છે. 23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આજે 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગર સહિત આઠ જિલ્લામાં ભારેથી અતિભારેની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ સહિત સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. 5 જિલ્લામાં 24 જુલાઈએ તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ અને નવસારી એમ 5 જિલ્લાઓમાં આવતીકાલે એટલે કે 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદના વરસાદની પળેપળની અપડેટ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, CMની ઈમરજન્સી બેઠક, PM મોદીએ લીધી જાણકારી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મંત્રી નરેશ પટેલ, કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર કમિશનર આલોક પાંડે સહિત પ્રભારી સચિવોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી દેવામાં આવ્યા છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે. સુરત શહેરમાં 1 મહિનામાં 50 ઇંચ વરસાદ, ખાડીપૂરથી દુકાનો-મકાનો ડૂબ્યા સુરત શહેરમાં માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં 50 ઇંચ જેટલો આફતરૂપ વરસાદ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1248 મિમી જેટલો ભારે વરસાદ વરસી ચૂક્યો છે. સાર્વત્રિક ભારે વરસાદ અને ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સારોલી, સણિયા હેમદ અને વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાં 10થી 15 ફૂટ તેમજ મીઠી ખાડી નજીકના વિસ્તારોમાં 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ આકાશી આફતમાં સારોલી પોલીસ સ્ટેશન, સોસાયટીઓ, સણિયા હેમદનું ખોડિયાર માતાનું મંદિર અને કુંભારિયાનું પૌરાણિક કુંભેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણપણે જળમગ્ન બન્યાં છે. વાહનવ્યવહાર ઠપ્પ થતાં લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે, જ્યારે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા 24x7 રેસ્ક્યૂ હાથ ધરી બોટ દ્વારા વેલંજામાંથી 80 લોકો ઉપરાંત લિંબાયત, વરાછા, ઉધના અને પાંડેસરામાંથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભેદવાડ ખાડી છેલ્લા 26 કલાકથી સતત ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. વરાછા ઝોનની સીમાડા ખાડી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જ્યારે ભેદવાડ અને મીઠી ખાડી પણ ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચતાં સ્થિતિ ગંભીર બની છે. નવસારીમાં નદીઓ ભયજનક સપાટી વટાવી; 3,000 લોકોનું રેસ્ક્યૂ, વાંસદામાં બાઈક તણાતાં 2ના મોત નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં સર્વત્ર પૂરની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. પૂરના પાણીમાં ફસાયેલા 3000 જેટલા લોકોને તાબડતોબ રેસ્ક્યૂ કરીને શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, વાંસદાના ગંગપુર ખાતે બેરિકેટેડ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતાં પાણીના તેજ વહેણમાં બાઈક તણાતાં બે યુવાનોના મોત નીપજ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલરૂમ પહોંચી રાહત-બચાવ કામગીરીનું સીધું મોનિટરિંગ કર્યું છે. વહીવટી તંત્રની મહત્ત્વની કાર્યવાહી અને સ્થિતિ વરસાદ અને નદી-ડેમની સ્થિતિ: બપોરે 2 વાગ્યા સુધીમાં ખેરગામમાં સૌથી વધુ 11 ઇંચ અને વાંસદામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્ણા (27 ફીટ), અંબિકા (41.65 ફીટ) અને કાવેરી (33 ફીટ) નદીઓ રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે, જ્યારે જૂજ અને કેલિયા ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયા છે. રેલવે મુસાફરો માટે હેલ્પ ડેસ્ક શરૂ ટ્રેન સંબંધિત માહિતી, સહાય અને માર્ગદર્શન માટે મુસાફરો આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની પણ અપીલ કરી છે. ગુજરાતને પવન સાથે મેઘરાજા ધમરોળશે, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં અતિભારે અને અમદાવાદ, સુરતમાં ભારે વરસાદની ભીતિ સેવવામાં આવી છે. ત્યારબાદ 25 અને 26 જુલાઈ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણ-દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસને શાબાશી આપી:સંસદ માર્ચ દરમિયાન મારપીટનો વિરોધ કર્યા બાદ પોલીસ
    Next Article
    ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજ બંધ:ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલએ આંગણવાડીથી લઈ શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment