Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિષ્ઠા દવેએ ભરતનાટ્યમ વિશારદ પૂર્ણમાં દેશમાં પ્રથમ સ્થાન:પાટણની વિદ્યાર્થીનીએ અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય પરીક્ષામાં સિદ્ધિ મેળવી

    1 day ago

    પાટણની વિદ્યાર્થીની નિષ્ઠા દવેએ ભરતનાટ્યમ વિશારદ પૂર્ણની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ મિરજ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં તેણે સર્વોચ્ચ ગુણ મેળવી પાટણ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિષ્ઠા પાટણની 60 વર્ષ જૂની અને સુપ્રસિદ્ધ 'શ્રી ભોગીલાલ લહેરચંદ ભારતીય સંગીતાદિ લલિત કલા મહાવિદ્યાલય'ની વિદ્યાર્થીની છે. તેની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં તેને વિશેષ એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. નિષ્ઠાની આ સફળતા પાછળ તેના કલા ગુરુ અલંકાર નૃત્ય એકેડેમીના પૂજાબેન બહેરા, સંગીત શાળાના આચાર્ય જગદીશભાઈ દરજી, ડૉ. સમ્યકભાઈ પારેખનું યોગ્ય માર્ગદર્શન અને તેની માતા ડૉ. પદ્માક્ષીબેન વ્યાસનો મહત્વનો ફાળો રહ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પાટણ નગરજનો અને કલાજગત તરફથી નિષ્ઠા દવેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સૌ કોઈ તેને ભરતનાટ્યમ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે આશીર્વાદ આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ:પાટડીમાં સૌથી વધુ 2.87 ઇંચ , વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
    Next Article
    રાણાવાવ પોલીસે પાંચ ખોવાયેલા મોબાઇલ શોધી પરત કર્યા:CEIR પોર્ટલની મદદથી રૂ. 90,200ના ફોન માલિકોને સોંપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment