Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ:પાટડીમાં સૌથી વધુ 2.87 ઇંચ , વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જિલ્લામાં આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. પાટડીમાં સૌથી વધુ 2.87 ઇંચ વરસાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાટડી તાલુકામાં 2.87 ઇંચ (73 મીમી) નોંધાયો હતો. ઉપરાંત લખતરમાં 1.93 ઇંચ (49 મીમી), વઢવાણમાં 1.69 ઇંચ (43 મીમી), સાયલામાં 1.34 ઇંચ (34 મીમી), ચુડામાં 1.22 ઇંચ (31 મીમી) અને મુળીમાં 1.18 ઇંચ (30 મીમી) વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં ધ્રાંગધ્રામાં 1.06 ઇંચ (27 મીમી), લીંબડીમાં 0.98 ઇંચ (25 મીમી), ચોટીલામાં 0.59 ઇંચ (15 મીમી) અને થાનગઢમાં 0.43 ઇંચ (11 મીમી) વરસાદ નોંધાયો હતો. જિલ્લાના આજે સવારથી અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 1.33 ઇંચ (33.8 મીમી) રહ્યો છે, જ્યારે સમગ્ર સિઝનનો સરેરાશ વરસાદ 7.55 ઇંચ (191.7 મીમી) નોંધાયો છે. વાંસલ ડેમ 0.01 મીટરથી ઓવરફ્લો સતત વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમમાં પાણીની આવક વધતાં ડેમ 0.01 મીટરના લેવલથી ઓવરફ્લો થયો છે. ડેમના સેક્શન ઓફિસરે ચુડા અને ગોખરવાળા સહિત ડેમના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં અવરજવર ન કરવા તેમજ માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અપીલ કરી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે ચુડાના મામલતદાર તેજલ જોશી અને તાલુકા વિકાસ અધિકારી એન. ડી. ચૌધરીએ વાંસલ ડેમની સંયુક્ત મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ડેમની સ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા અને પાણીના સ્તરની સમીક્ષા કરી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આગમચેતી અંગે માર્ગદર્શન ડેમની મુલાકાત બાદ અધિકારીઓએ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં વસતા પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરીને ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. લોકોને સાવચેત રહેવા, જરૂરી હોય તો સમયસર સલામત સ્થળે ખસી જવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે તમામ પૂર્વતૈયારીઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં વાદળ ફાટ્યું:28 કલાકમાં 43 ઇંચ વરસાદ, 8 ઇંચમાં અમદાવાદ પાણીમાં, 180થી વધુ તાલુકામાં તોફાની બેટિંગ, આગામી 24 કલાક અતિભારે
    Next Article
    નિષ્ઠા દવેએ ભરતનાટ્યમ વિશારદ પૂર્ણમાં દેશમાં પ્રથમ સ્થાન:પાટણની વિદ્યાર્થીનીએ અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય પરીક્ષામાં સિદ્ધિ મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment