Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણાવાવ પોલીસે પાંચ ખોવાયેલા મોબાઇલ શોધી પરત કર્યા:CEIR પોર્ટલની મદદથી રૂ. 90,200ના ફોન માલિકોને સોંપાયા

    एक दिन पहले

    પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ખોવાયેલા મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત આપવાના અભિયાન હેઠળ રાણાવાવ પોલીસે સફળ કામગીરી કરી છે. પોલીસે CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી કુલ રૂ. 90,200 કિંમતના પાંચ ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી સંબંધિત અરજદારોને પરત સોંપ્યા હતા. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઇલ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પીએસઆઈ આર.વી. મોરી અને રાણાવાવ પોલીસ સ્ટાફે CEIR પોર્ટલની મદદથી પાંચ મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. તેમાં બાપોદર ગામના દિલીપ મ્યાજરભાઈ બાપોદરાનો રૂ. 16,000, બારવાણ નેશના જગદીશ નારણભાઈ મોરીનો રૂ. 15,000, પોરબંદરના ત્રણ માલ વિસ્તારના દિલીપ બાલુભાઈ બોખરિયાનો રૂ. 25,200, રાણાવાવના જયસુખ મગનભાઈ લીંબડનો રૂ. 15,000 તેમજ રાણાવાવના દીપક કેશુભાઈ મકવાણાનો રૂ. 19,000 નો મોબાઇલનો સમાવેશ થાય છે. આ તમામની કુલ કિંમત રૂ. 90,200 થાય છે. શોધી કાઢવામાં આવેલા તમામ મોબાઇલ ફોન 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો મોબાઇલ પરત મળતાં અરજદારોએ રાણાવાવ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા CEIR પોર્ટલના અસરકારક ઉપયોગથી ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નિષ્ઠા દવેએ ભરતનાટ્યમ વિશારદ પૂર્ણમાં દેશમાં પ્રથમ સ્થાન:પાટણની વિદ્યાર્થીનીએ અખિલ ગાંધર્વ મહાવિદ્યાલય પરીક્ષામાં સિદ્ધિ મેળવી
    Next Article
    ભારતીય મજદૂર સંઘનો 72મો સ્થાપના દિવસ ઉજવાયો:બોટાદ જિલ્લામાં ધ્વજવંદન સાથે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment