Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે વહીવટી શાસન‎:પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ 72 સભ્યની બોડીની મુદ્દત આજે પૂર્ણ થશે

    1 week ago

    રાજ્યમાં મુદત પૂર્ણ થતા જિલ્લા અને તાલુકા પંચાયતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની મુદત તેની પ્રથમ બેઠકથી પાંચ વર્ષ સુધીની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની જોગવાઈ છે. આ જોગવાઈ અનુસાર પોરબંદર જિલ્લા પંચાયત તથા પોરબંદર તાલુકા પંચાયત,રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયતની મુદત આજે તા. 17 માર્ચ-2026 સુધી પૂર્ણ થનાર હોવાથી, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી જિલ્લા અને તાલુકાઓની કામગીરી સુચારુ રીતે ચાલુ રહે તે માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા અધિકારીઓની વિગત મંગાવવામાં આવી હતી. પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયતના 72 સભ્યની બોડી હાલ કાર્યરત છે. અને ચાલુ બોડીની મુદ્દત આજે તા.17 માર્ચ 2026 રોજ પૂર્ણ થશે. હજુ ચૂંટણી જાહેર નથી થઈ જેથી આવતીકાલે તા.18 માર્ચથી વહીવટદાર સાશન અમલમાં આવી જશે. આ વહીવટદાર ચૂંટણી બાદ નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતના દૈનિક વહીવટ અને કામગીરી સંભાળશે. ઉલ્લેખનીય છેકે ગત ટર્મમાં 4 માસ વહીવટદાર શાશન રહ્યું હતું. વર્ક ઓર્ડર પ્રક્રિયા કરી શકાશે અગાઉ ચૂંટાયેલી પાંખની કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા આગળ વધારી શકાશે. ઉપરાંત પંચાયતની આવશ્યક સેવાઓ જેમ કે પાણી પુરવઠો માટે નિયમ મુજબ ખર્ચ કરવાની મંજૂરી રહેશે. તેમ છતાં વહીવટદાર તરીકે કાર્યરત અધિકારીઓ કોઈ નીતિગત અથવા નવી નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં, તે પણ આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જાનહાનિ ટળી:વનાણા GIDCમાં પ્લાસ્ટિક વોટર ટેન્ક ફેક્ટરીમાં આગ લાગતા ભાગદોડ મચી
    Next Article
    માર્ગદર્શન:વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમ યોજી સમજણ અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment