Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 વર્ષીય વિદ્યાર્થિનીના અકસ્માતમાં મોતનો મામલો થાળે પડ્યો:ક્રેઈન માલિક સામે તપાસની DCP તરફથી ખાતરી મળતાં પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો

    1 day ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મકરપુરા જીઆઇડીસી પાસે ગઈકાલે એક અત્યંત કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. અહીં રસ્તા પર ચાલીને જઈ રહેલી 22 વર્ષીય યુવતીને પાછળથી આવી રહેલા એક ભારદારી હાઇડ્રા વાહને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દીકરીના અચાનક અવસાનથી આઘાતમાં સરેલા પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની સફળ બેઠક અને યોગ્ય કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? મકરપુરા GIDC અને માંજલપુર પોલીસ મથક પાસે આવેલા રસ્તા પર જ્યુપિટર ચોકડી નજીક મારૂતિધામ સોસાયટીમાં રહેતી દિવ્યાબેન કનુભાઈ પરમાર (ઉં.વ. 22) કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક ખાનગી કંપનીમાં ઇન્ટર્નશિપ કરતી હતી. ગઈકાલે તે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા હાઇડ્રા વાહને તેને અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિવ્યાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતના પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે રોડ પહોળા કરવા છતાં આડેધડ પાર્કિંગના કારણે આવા અકસ્માતો વારંવાર સર્જાય છે. ડ્રાઇવરની અટકાયત અને તપાસ અંગે DCPનું નિવેદન આ ઘટના અંગે માહિતી આપતાં DCP ઝોન-૩ અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર ક્રેન ચાલક પોતે જ પોલીસ સ્ટેશન હાજર થઈ જતાં તેની અટકાયત કરવામાં આવી છે. ચાલકની મેડિકલ તપાસ કરાવતાં તે નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, RTO પરીક્ષણમાં ક્રેન વાહનમાં કોઈ ટેકનિકલ ખામી મળી આવી નથી. પરિવારજનોની માંગ ક્રેઈન માલિક સામે પણ ગુનો નોંધવાની હતી. કાયદાકીય રીતે હાલમાં માલિકની સીધી સંડોવણી જણાતી નથી, છતાં પોલીસે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. પોલીસ અધિકારીઓ સાથે સામાજિક આગેવાનોની બેઠક મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાન કમલેશ પરમાર તથા અન્ય સભ્યોએ DCP અભિષેક ગુપ્તા, સ્થાનિક PI અને ACP સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આગેવાન કમલેશ પરમારે જણાવ્યું હતું કે, "પોલીસ પ્રશાસન તરફથી પીડિત પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવવાની ચોક્કસ બાહેંધરી આપવામાં આવી છે. આ ઉપરાંત, રસ્તાઓ પર જોખમી કે બિનવારસી રીતે પાર્ક કરાયેલાં ક્રેન જેવાં વાહનોને તાત્કાલિક ડીટેન કરવા અને તેના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ સમંતિ સાધવામાં આવી છે." પ્રશાસનની આ ખાતરી બાદ પરિવારે દીકરીનો મૃતદેહ સ્વીકારી અંતિમક્રિયાની તૈયારી દર્શાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારતીય મજદૂર સંઘનો 72મો સ્થાપના દિવસ ઉજવાયો:બોટાદ જિલ્લામાં ધ્વજવંદન સાથે કાર્યક્રમ યોજાયો
    Next Article
    સમાધાનના બહાને પતિએ પત્નીને જામનગરથી વડોદરા બોલાવી:ફરવા લઈ ગયો અને જમાડ્યા બાદ પત્નીને રસ્તા વચ્ચે તરછોડી, ગભરાયેલી યુવતીએ અભયમની મદદ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment