Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાધાનના બહાને પતિએ પત્નીને જામનગરથી વડોદરા બોલાવી:ફરવા લઈ ગયો અને જમાડ્યા બાદ પત્નીને રસ્તા વચ્ચે તરછોડી, ગભરાયેલી યુવતીએ અભયમની મદદ માંગી

    1 day ago

    ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ લગ્ન કરનાર યુવતી સાથે પતિ દ્વારા છેતરપિંડી અને ત્યજી દેવાનો બનાવ સામે આવ્યો છે. જામનગરથી સમાધાનના બહાને વડોદરા બોલાવ્યા બાદ પતિ પત્નીને ફરવા લઈ ગયો અને જમાડ્યા પછી "કામે જાઉં છું" કહી રસ્તા પર એકલી મૂકીને ગાયબ થઈ ગયો હતો. મુશ્કેલીમાં મુકાયેલી યુવતીએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ લેતા અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. પ્રેમલગ્ન બાદ અણબનાવ અને ઘરેલુ હિંસા અભયમની ટીમે યુવતીનું લાઈવ લોકેશન મેળવી કાઉન્સેલિંગ હાથ ધરતા જામનગરની રહેવાસી યુવતીએ ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ ત્રણ મહિના પહેલાં જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ટ્રાવેલિંગના વ્યવસાય અર્થે વડોદરા સ્થાયી થયા હતા. યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની દોડની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ પતિએ "નોકરી કરવાની જરૂર નથી" તેમ કહી રાજકોટ ખાતે યોજાનારી લેખિત પરીક્ષા આપવા જવા દીધી ન હતી. એક અઠવાડિયા પહેલા પતિએ દારૂના નશામાં મારપીટ કરતા યુવતી કંટાળીને પોતાના પિયર જામનગર જતી રહી હતી. સમાધાનના બહાને બોલાવી રસ્તા પર રઝળતી મૂકી ત્યારબાદ પતિએ ફોન પર પોતાની ભૂલ સ્વીકારી સમાધાનની વાત કરી હતી અને હવેથી ક્યારેય ઝઘડો ન કરવાની ખાતરી આપી યુવતીને વડોદરા પાછી બોલાવી હતી. વડોદરા આવ્યા બાદ બંને સાથે ફર્યા અને સાથે જમ્યા હતા. જમ્યા પછી પતિએ "થોડું કામ છે" તેમ કહી પત્નીને રસ્તા પર ઉભી રાખીને જતો રહ્યો હતો. લાંબા સમય સુધી પરત ન આવતા યુવતીએ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો. 181 અભયમ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ અજાણ્યા શહેરમાં મોડી રાત્રે નિરાધાર બનેલી યુવતીએ આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો. મોડી રાત્રે જામનગર જવા માટે કોઈ ટ્રેન કે બસની સુવિધા ન હોવાથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સાંત્વના આપી હતી. યુવતીની સંમતિ મેળવી તેને સુરક્ષા અને આશ્રય માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સલામત રીતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેને જરૂરી રહેઠાણ, સહાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    22 વર્ષીય વિદ્યાર્થિનીના અકસ્માતમાં મોતનો મામલો થાળે પડ્યો:ક્રેઈન માલિક સામે તપાસની DCP તરફથી ખાતરી મળતાં પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો
    Next Article
    From Mushy To Fluffy, How I Cooked Quinoa That Was Neither Overcooked Nor Undercooked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment