Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરી ફેરીયાઓને લોન માટે ધરમનાં ધક્કા:રાજકોટ મનપામાં કાર્યરત રાજ્ય સરકારનું પોર્ટલ બે દિવસથી બંધ, નવી લોનની અરજી કરનારા સામાન્ય ધંધાર્થીઓને હાલાકી

    10 hours ago

    રાજકોટ મનપા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવી રહી છે. નવી લોન માટે પ્રથમ વખત અરજી કરનાર ધંધાર્થીઓની અરજી અને જરૂરી આધાર પુરાવા ઓનલાઇન અપલોડ કરવા માટેનું રાજ્ય સરકાર હસ્તકનું પોર્ટલ છેલ્લા 2 દિવસથી બંધ રહેતાં ધંધાર્થીઓને ધરમનાં ધક્કા થઈ રહ્યા છે. જે જૂના અરજદારો બીજા તબક્કાની લોન મેળવવા માટે આવે છે તેમના દસ્તાવેજો અને પુરાવાઓ રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ થઈ રહ્યા છે, પરંતુ લોન માટે પ્રથમ વખત અરજી કરનારા નવા અરજદારોના આધારકાર્ડ, આધાર સાથે લીંક થયેલ મોબીલ નંબર કે અન્ય જરૂરી આધાર પુરાવાઓ સિસ્ટમમાં અપલોડ કરી શકાતા નથી. અધિકારીઓનાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોર બાદ આ પોર્ટલ અપડેટ કરવામાં આવી રહ્યું હોવાથી ટેકનિકલ સમસ્યા સર્જાઈ હોવાની શક્યતા છે. જોકે આ બાબતે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ દ્વારા કોઈ અધિકૃત સૂચના કે સ્પષ્ટતા મળી નથી. આથી આ પોર્ટલ ક્યારથી ફરીથી પૂર્વવત કાર્યરત થશે તેનો કોઈ નિશ્ચિત સમય મનપા તંત્ર દ્વારા આપી શકાય તેમ નથી, જેના કારણે રોજીંદી આવક મેળવતા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 33982 લાભાર્થીઓને વિના સિક્યુરીટીએ લોન આપવામાં આવી ચુકી છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાજકોટ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત દિલ્હીના જંતર મંતર ખાતે NEET પેપર લીક મુદ્દે સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપી રહેલા વિદ્યાર્થીઓ પર તા. 20 જુલાઈના રોજ પોલીસે કરેલા અમાનવીય લાઠીચાર્જના વિરોધમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર મારફતે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે પોતાના અધિકારોની લડાઈ લડી રહેલા યુવાનો પર પોલીસે નિર્દયતાથી હુમલો કરીને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી ફંડમાંથી રૂ. 25 લાખ અને જે તે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ફંડમાંથી રૂ. 10 લાખનું વળતર તેમજ સરકારી નોકરી આપવાની માંગ કરાઈ છે. ઉપરાંત, જવાબદાર તમામ પોલીસ અધિકારીઓની ઓળખ કરી તેમને નોકરીમાંથી બરતરફ કરવા અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગની ખરીદી શરૂ, 424 ખેડૂતોએ મગ વેચ્યા રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગની ખરીદી કરવાની પ્રક્રિયા હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોના હિતમાં પ્રશાસન દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ અત્યાર સુધીમાં કુલ 1,271 ખેડૂતોના ઇનરોલમેન્ટ પ્રાપ્ત થયા છે. તંત્ર દ્વારા તેમાંથી 1,211 ખેડૂતોને એસ.એમ.એસ. મોકલી ખરીદી પ્રક્રિયામાં જોડાવા માટે જાણ કરી દેવામાં આવી છે. યાર્ડમાંથી મળતી વિગતો મુજબ, જિલ્લામાં અત્યાર સુધીમાં 424 ખેડૂતોએ ટેકાના ભાવે પોતાના મગનું વેચાણ કર્યું છે. આ તમામ ખેડૂતોને મગની ખરીદી પેટે કુલ રૂ. 4.68 કરોડનું પેમેન્ટ ચૂકવવાનું થાય છે. જેમાંથી અત્યાર સુધીમાં 28 ખેડૂતોને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ખરીદીની પ્રક્રિયા આગળ વધવાની સાથે બાકી રહેલા તમામ ખેડૂતોને પણ ઝડપથી પેમેન્ટ કરી દેવામાં આવશે. સુપેડી-ઝાંઝમેર માર્ગ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, ટૂંક સમયમાં વાહનવ્યવહાર પૂર્વવત થશે રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને પગલે સુપેડી-ઝાંઝમેર-સોડવદર-જામટીંબડી માર્ગ પર નિર્માણ હેઠળના બ્રિજ પાસેનું અસ્થાયી ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. જેના કારણે જાહેર સલામતી માટે ઝાંઝમેરથી સોડવદર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. સતત પાણીના પ્રવાહને કારણે અગાઉ સમારકામ શક્ય ન હતું, પરંતુ છેલ્લા 5 દિવસથી પાણીનો પ્રવાહ ઘટતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. ભવિષ્યમાં પૂરના પાણી સામે ડાયવર્ઝન ટકાઉ રહે અને વાહનચાલકોની સુરક્ષા જળવાય તે માટે હાલમાં રિટેઇનિંગ વોલ અને કોંક્રિટનું મજબૂત કામ કરવામાં આવી રહ્યું છે. હવામાન અનુકૂળ રહેશે તો ટૂંક સમયમાં જ સમારકામ પૂર્ણ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવશે. હાલમાં વાહનોની અવરજવર ઝાંઝમેર-સનાળા-રોધેલ-સોડવદર (આશરે 16 કિ.મી.) ના વૈકલ્પિક માર્ગ મારફતે સુચારુ રૂપે ચાલુ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં આભ ફાટ્યું:28 કલાકમાં 43 ઇંચ વરસાદ, આજે 180થી વધુ તાલુકામાં મેઘમહેર, રોડ-કાર-સોસાયટીઓ પાણીમાં ગરકાવ, આગમી 24 કલાક હજુ ભારે
    Next Article
    પંચમહાલમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ જિલ્લાની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment