Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં આભ ફાટ્યું:28 કલાકમાં 43 ઇંચ વરસાદ, આજે 180થી વધુ તાલુકામાં મેઘમહેર, રોડ-કાર-સોસાયટીઓ પાણીમાં ગરકાવ, આગમી 24 કલાક હજુ ભારે

    11 hours ago

    રાજ્યમા 180થી વધુ તાલુકામાં મેઘમહેર સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 180થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામમાં આભ ફાટતા 28 કલાકમાં 43 ઇંચ વરસાદ ખાબક્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગમી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગમી 24 કલાક માટે ભરૂચ,ઉટાઉદેપુર,દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ,વડોદરા અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આવતી કાલે પણ ભારે વરસાદની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો. આજે સૌથી વધુ સુરતના ઉપરપાડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે નવસારીના ખેરગામમાં 11 ઇંચ, વલસાડના પારડીમાં 11 ઇંચ અને ભરૂચના નેત્રગમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વાપીમાં 200થી વધુ કારો પાણીમાં ગરકાવ વલસાડમાં વરસાદે 24 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં સંજાણથી હુમરાણ જતાં માર્ગ પર આવેલો પુલ ધરાશાયી થઈ ગયો. જ્યારે વાપી તથા આસપાસના વિસ્તારોમાં 200થી વધુ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતમાં ધોધમાર વરસાદને કારણે ફરી ખાડીપૂર આવ્યું સુરતમાં ધોધમાર વરસાદને કારણે ફરી ખાડીપૂર આવ્યું છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સાવચેતીના ભાગરૂપે 3 NDRF અને 5 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદમાં 7 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ અમદાવાદમાં 7 કલાકમાં વરસેલા 8 ઈંચથી વધુ વરસાદે સમગ્ર શહેરને બાનમાં લીધું છે. ઠેર-ઠેર પાણી ભરાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો. પેલેડિયમ મોલ આગળ CM પણ થોડીવાર માટે ટ્રાફિકમાં ફસાયા હતા. વરસાદને પગલે આજે અને આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ આ ભારે વરસાદને કારણે વહાનવ્યવહાર ઠપ્પ થયો છે. રોડ પર જ લાખો વાહનોના પૈડા થંભી ગયા છે. અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેન સેવા ખોરવાતા 50 હજારથી વધુ મુસાફરો અટવાયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ શહેર પોલીસના 49 પોલીસકર્મીને હેડ-ક્વાર્ટર મુકાયા રાજકોટ શહેર પોલીસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરે રાતે એક સાથે 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી નાખી છે. જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓ સમાલ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો RTOની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોનો વિરોધ સોમનાથમાં છેલ્લા બે દિવસથી RTO દ્વારા પેસેન્જર રીક્ષાઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનો રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો. 200થી વધુ રીક્ષા ચાલકોએ એકત્રિત થઈ ધારાસભ્ય વિમલ ચુડાસમાને રજૂઆત કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પેપર લીક કૌભાંડ મુદ્દે કડક કાર્યવાહીની માગ NTAમાં માળખાકીય સુધારા અને પેપર લીક કૌભાંડ મુદ્દે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માગ કરી છે. કલેક્ટર મારફતે વડાપ્રધાનને પણ આવેદનપત્ર મોકલાયું છે.
    Click here to Read More
    Previous Article
    UPમાં NEETની વિદ્યાર્થિની પર ધોળા દિવસે ગેંગરેપ:ચિત્રકૂટ ફરવા આવ્યા હતા, બોયફ્રેન્ડને બંધક બનાવ્યો; પહાડ પર ત્રણ યુવકોએ વનકર્મી હોવાનું કહીને ધમકી આપી
    Next Article
    શેરી ફેરીયાઓને લોન માટે ધરમનાં ધક્કા:રાજકોટ મનપામાં કાર્યરત રાજ્ય સરકારનું પોર્ટલ બે દિવસથી બંધ, નવી લોનની અરજી કરનારા સામાન્ય ધંધાર્થીઓને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment