Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPમાં NEETની વિદ્યાર્થિની પર ધોળા દિવસે ગેંગરેપ:ચિત્રકૂટ ફરવા આવ્યા હતા, બોયફ્રેન્ડને બંધક બનાવ્યો; પહાડ પર ત્રણ યુવકોએ વનકર્મી હોવાનું કહીને ધમકી આપી

    12 hours ago

    યુપીના ચિત્રકૂટમાં બોયફ્રેન્ડને બંધક બનાવીને NEETની વિદ્યાર્થિની પર ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષની વિદ્યાર્થિની 17 વર્ષના બોયફ્રેન્ડ સાથે ટેકરી પર બેઠી હતી, ત્યારે આરોપીઓ ત્યાં પહોંચ્યા. પોતાને વનકર્મી ગણાવીને બંનેને ધમકાવ્યા હતા. બોયફ્રેન્ડને બેલ્ટથી માર માર્યો અને તેના હાથ-પગ ગમછાથી બાંધી દીધા. ત્રણેય વિદ્યાર્થિનીને ખેંચીને ઝાડીઓમાં લઈ ગયા અને ગેંગરેપ કર્યો. ઘટના બાદ ત્રણેય ભાગી ગયા. બોયફ્રેન્ડે પોતાના હાથ-પગ ખોલ્યા અને વિદ્યાર્થિની પાસે પહોંચ્યો. તે બેભાન હાલતમાં પડી હતી. બોયફ્રેન્ડે જ ફોન કરીને પોલીસને જાણ કરી. આ ઘટના બુધવારે બપોરે 3 વાગ્યે દેવાંગના ઘાટીના જંગલમાં બની હતી. વિદ્યાર્થિની ચિત્રકૂટની નજીક આવેલા મધ્યપ્રદેશના સતનાની રહેવાસી છે. તે રાજસ્થાનના કોટામાં રહીને NEETની તૈયારી કરે છે. તેનો બોયફ્રેન્ડ ચિત્રકૂટનો જ રહેવાસી છે. તે 12મા ધોરણમાં ભણે છે. વિદ્યાર્થિની બપોરે ચિત્રકૂટ ફરવા આવી હતી. પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે FIR નોંધી છે. એક CCTVમાં ત્રણેય આરોપીઓ બાઇક પર જતા દેખાઈ રહ્યા છે. શંકાના આધારે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. ગુરુવારે બપોરે 2 વાગ્યે એડીજી ઝોન જ્યોતિ નારાયણ પ્રયાગરાજથી ચિત્રકૂટ પહોંચ્યા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસ અધિકારીને અત્યાર સુધી થયેલી તપાસ વિશે પૂછ્યું. બોયફ્રેન્ડને ધમકાવ્યો, જો બૂમો પાડશે તો પહાડ પરથી ફેંકી દેશે બોયફ્રેન્ડે પોલીસને જણાવ્યું- 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર મારી છોકરી સાથે મિત્રતા થઈ હતી. થોડા દિવસ પહેલા છોકરી રજા પર ઘરે આવી હતી. મેં તેને ફરવા માટે ચિત્રકૂટ બોલાવી હતી. 22 જુલાઈ (બુધવાર)ની બપોરે તે ચિત્રકૂટ પહોંચી. બપોરે 1 વાગ્યે અમે બંને બાઇક પર દેવાંગના ઘાટી પહોંચ્યા. ત્યાં પહાડી પર બેસીને રીલ બનાવી રહ્યા હતા. બપોરે 3 વાગ્યે 3 યુવક બાઇક પર પહોંચ્યા. તેમણે અચાનક બાઇક રોકી દીધી અને અમારી પૂછપરછ કરવા લાગ્યા. મારી ગર્લફ્રેન્ડને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યા. મેં વિરોધ કર્યો, તો મને બેલ્ટથી માર્યો. એક યુવકે મને પકડી લીધો. ગમછાથી હાથ-પગ બાંધી દીધા. બાકીના બંને મારી ગર્લફ્રેન્ડને ધમકાવવા લાગ્યા. કહેવા લાગ્યા કે જો બૂમો પાડીશ તો ટેકરી પરથી નીચે ફેંકી દઈશું. પછી જબરદસ્તી ગર્લફ્રેન્ડને ઝાડીઓમાં લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું. થોડીવાર પછી મને બંધક બનાવીને મારી પાસે ઊભેલો યુવક પણ ઝાડીઓમાં જતો રહ્યો. તેણે પણ મારી ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કર્યો. ગર્લફ્રેન્ડ ચીસો પાડતી રહી. રહેમની ભીખ માંગી રહી હતી, પણ તે યુવકોએ તેને છોડી નહીં. હું જમીન પર પડ્યો તેની ચીસો સાંભળી રહ્યો હતો. ગર્લફ્રેન્ડ પોતાને છોડાવવા માટે તરફડી રહી હતી. ત્યારબાદ મેં જેમતેમ કરીને મારા હાથ ખોલ્યા. ગર્લફ્રેન્ડ પાસે દોડીને પહોંચ્યો. ત્યાં સુધીમાં ત્રણેય યુવકો ભાગી ગયા હતા. મેં મોબાઈલથી ડાયલ-112 પર કોલ કર્યો. પરંતુ, નેટવર્ક ન હોવાને કારણે કોલ લાગ્યો નહીં. ત્યારબાદ અમે ટેકરી પરથી થોડા નીચે ઉતર્યા, ત્યારે મોબાઈલમાં નેટવર્ક આવ્યું. ફરીથી કોલ કરીને પોલીસ બોલાવી. સાંજે 4.45 વાગ્યે પોલીસ પહોંચી અને અમને બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસે જણાવ્યું કે બંનેના પિતા પ્રાઈવેટ નોકરી કરે છે. બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવશે પોલીસ સ્ટેશનના પ્રભારી વિવેક સિંહે જણાવ્યું- દેવાંગના ઘાટીમાં દુષ્કર્મની સૂચના મળતા પહોંચેલી પોલીસે બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા. છોકરાને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી. વિદ્યાર્થિનીનું મેડિકલ કરાવવામાં આવ્યું છે. એસપી અરુણ કુમાર સિંહે જણાવ્યું- વિદ્યાર્થિનીએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં ગેંગરેપની વાત કહી છે. બોયફ્રેન્ડ સગીર છે. તેથી તેનું પણ મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવશે. ફરિયાદના આધારે FIR નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની શોધ માટે ઘટનાસ્થળની આસપાસના CCTV અને રાહદારીઓની મદદ લેવામાં આવી રહી છે. 2 ટીમો બનાવવામાં આવી છે. સપા ધારાસભ્યએ ઘેરાવની ચેતવણી આપી સપાના ચિત્રકૂટ સદરના ધારાસભ્ય અનિલ પ્રધાને પ્રદેશ સરકાર અને પોલીસ-પ્રશાસન પર પ્રહાર કર્યા. સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં તેમણે કહ્યું- જ્યાં આ ઘટના બની, ત્યાંથી કલેક્ટર કચેરી અને એસપી કાર્યાલય માત્ર 3 કિમી દૂર છે. તેમ છતાં ધોળા દિવસે આવી ઘટના બનવી કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. જો આરોપીઓની જલ્દી ધરપકડ નહીં થાય, તો સપા કાર્યકર્તાઓ સાથે એસપી કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું- કોકરોચ પાર્ટીને 4 વખત વાતચીત માટે બોલાવ્યા:CJPએ કહ્યું- નડ્ડાને મળવા નહીં જઈએ, કનોટ પ્લેસમાં દુકાનો-ઓફિસો સાંજે 6:30 સુધી બંધ રાખવા આદેશ
    Next Article
    ઉમરગામમાં આભ ફાટ્યું:28 કલાકમાં 43 ઇંચ વરસાદ, આજે 180થી વધુ તાલુકામાં મેઘમહેર, રોડ-કાર-સોસાયટીઓ પાણીમાં ગરકાવ, આગમી 24 કલાક હજુ ભારે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment