Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર સિવિલમાં ચાંદીપુરા શંકાસ્પદ વધુ બે બાળકોના મોત:સારવાર દરમિયાન દ્વારકા અને કલ્યાણપુરના બે બાળ દર્દીઓના મોત, મૃત્યુઆંક ત્રણ થયો

    4 days ago

    જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુરના બે બાળ દર્દીઓના મોત થતાં આરોગ્ય વિભાગમાં હાહાકાર મચી ગયો છે. આ બંને મૃત્યુ બાદ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાં કુલ ત્રણ બાળકોના મોત નોંધાયા છે. અત્યાર સુધી છ શંકાસ્પદ કેસ દાખલ, ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કુલ છ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં સૌપ્રથમ જામનગર જિલ્લાના એક બાળ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બાળકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. હાલ હોસ્પિટલમાં વધુ ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં જામનગર શહેરનો એક બાળક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે. જામનગરના બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાના બંને બાળકોના ચાંદીપુરા વાયરસના પરીક્ષણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાળકોના સેમ્પલો વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામ દર્દીઓને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ તરીકે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની અફવાઓથી દૂર રહી સતર્ક રહેવાની અપીલ આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી સતર્કતા રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને બાળકોને માખી અને મચ્છરના સંપર્કથી સુરક્ષિત રાખવા, તેમજ તાવ, બેભાન થવું, ખેંચ આવવી જેવા ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે અને તપાસના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભારતથી દક્ષિણ કોરિયા સુધી 7000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી:દેશમાં સામાન્ય કરતાં 170-180% વધુ વરસાદ; અમદાવાદ-મુંબઈ રૂટ પર 7 ટ્રેનો રદ
    Next Article
    કરજણ ડેમના બે દરવાજા ખોલાયા:ભારે વરસાદથી રૂલ લેવલ પાર થતાં 32 હજાર ક્યુસેક પાણી છોડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment