Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામ પંચાયતોને આસપાસની મનપા અને નગરપાલિકાઓમાં ભેળવવા વિરુદ્ધ અરજી:હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવી, નોંધ્યું કે, વિધાનસભા અને નીતિગત ક્ષેત્રમાં કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત

    14 hours ago

    ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની કેટલીક ગ્રામ પંચાયતોને નગરપાલિકા કે મહાનગરપાલિકાઓમાં ભેળવી દેવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. હાઇકોર્ટે ઠેરવ્યું છે કે બંધારણની કલમ 243Q(2) હેઠળ સરકારની આ કાર્યવાહી મોટે ભાગે એસેમ્બલી અને નીતિગત ક્ષેત્રની હોવાથી તેમાં ન્યાયિક હસ્તક્ષેપ માટે મર્યાદિત અવકાશ છે. અરજીઓમાં સરકારના નોટિફિકેશન્સ સામે પ્રશ્ન ઉપાડ્યા હતા વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા વર્ષ 2023 અને 2025 વચ્ચે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન્સ સામે પ્રશ્ન ઉપાડવામાં આવ્યા હતા. આ નોટિફિકેશન્સ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોને ગોધરા નગરપાલિકા, શહેરા નગરપાલિકા, ડભોઈ નગરપાલિકા, કલોલ નગરપાલિકા, ગાંધીધામ મહાનગરપાલિકા, મોડાસા નગરપાલિકા અને મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવી હતી. કેટલાક અરજદારોએ અર્થપૂર્ણ ચર્ચાના અભાવનો આક્ષેપ કર્યો અરજદારોએ દલીલ કરી હતી કે, રાજ્ય સરકાર બંધારણની કલમ 243Q(2)માં દર્શાવેલા ઘટકો, જેવા કે વસ્તી, વસ્તીની ગીચતા, સ્થાનિક વહીવટ માટે એકત્રિત થતી આવક, બિન-ખેતી વિષયક રોજગારી અને આર્થિક મહત્વને અર્થપૂર્ણ રીતે ધ્યાને લેવામાં નિષ્ફળ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા યાંત્રિક, સ્વેચ્છાચારી અને સમાન ધોરણોના સમર્થન વગરની હતી. કેટલાક અરજદારોએ અર્થપૂર્ણ ચર્ચાના અભાવનો આક્ષેપ કર્યો હતો, સંમતિ દર્શાવતા પંચાયતના ઠરાવો સામે વિવાદ ઊભો કર્યો હતો અને આદિવાસી સુરક્ષા તથા જમીન રક્ષણ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. ટિફિકેશન્સ એસેમ્બલી કાર્યવાહી, સુનાવણી કે ફરજિયાત ચર્ચાની જરૂર હોતી નથી રાજ્ય સરકારે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, કલમ 243Q(2) હેઠળના નોટિફિકેશન્સ એસેમ્બલી કાર્યવાહી સ્વરૂપના છે અને તેના માટે સંમતિ, સુનાવણી કે ફરજિયાત ચર્ચાની જરૂર હોતી નથી. સરકારે એવું પણ પ્રતિપાદિત કર્યું હતું કે બંધારણ અથવા તે યોગ્ય લાગે તેવા અન્ય પરિબળો શબ્દપ્રયોગ દ્વારા પરિબળોની ફ્લેક્સિબલ વિચારણા કરવાની મંજૂરી આપે છે અને સરકારી ફાઇલોમાં રહેલા રેકોર્ડ દર્શાવે છે કે મ્યુનિસિપલ અધિકારીઓ, કલેક્ટરો અને રિજિયોનલ કમિશનરો પાસેથી જરૂરી ઇનપુટ્સ લેવામાં આવ્યા હતા. સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી અહેવાલો અને અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા કોર્ટે રેકોર્ડ્સની તપાસ કરી અને જણાવ્યું કે, નગરપાલિકાની સીમાઓના વિસ્તાર માટેની દરખાસ્ત પર આખરી નિર્ણય લેવાય તે પહેલાં વિવિધ વહીવટી સ્તરે વિચારણા કરવામાં આવી હતી. સંબંધિત કલેક્ટરો, મામલતદારો, ચીફ ઓફિસરો, રિજિયોનલ કમિશનરો, મ્યુનિસિપાલિટીઝના નિયામક અને અન્ય સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી અહેવાલો અને અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. સત્તાધિકારીઓએ પોતાની ભલામણો કરતા પહેલા વસ્તી, વસ્તીની ગીચતા, શહેરીકરણનું પ્રમાણ, અનુમાનિત શહેરી વિકાસ, આવકની ઉત્પત્તિ, આર્થિક મહત્વ, ભૌગોલિક નિકટતા, નાગરિક પાયાની સુવિધાઓની ઉપલબ્ધતા અને અન્ય સંબંધિત બંધારણીય પરિબળોને લગતા ગામડાવાર ડેટાની તપાસ કરી હતી. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, મૂળ ફાઇલો વધુમાં દર્શાવે છે કે આ દરખાસ્ત સ્થાપિત વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયામાંથી પસાર થઈ હતી અને આખરે મંજૂરી માટે સક્ષમ બંધારણીય સત્તાધિકારી સમક્ષ મૂકવામાં આવી હતી. તેથી આ નિર્ણયને સ્વેચ્છાચારી, યાંત્રિક અથવા સંબંધિત સામગ્રી વગરનો કહી શકાય નહીં. તેનાથી વિપરીત, રેકોર્ડ દર્શાવે છે કે દરેક તબક્કે યોગ્ય વિચાર-વિમર્શ સમાવતી એક વ્યાપક અને સુવ્યવસ્થિત નિર્ણય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા અને નીતિગત ક્ષેત્રમાં કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ હોવાથી, કાઉન્સિલરો ચૂંટાઈ આવ્યા છે અને તેમણે હોદ્દો સંભાળી લીધો છે, તેથી હાઈકોર્ટે આ તબક્કે આ સંસ્થાઓમાં વિક્ષેપ પાડવો યોગ્ય માન્યો ન હતો. જો આ નોટિફિકેશન્સમાં ફેરફાર કે છેડછાડ કરવામાં આવે તો તેનું અનિવાર્ય પરિણામ વહીવટી શૂન્યાવકાશ, નાગરિક વહીવટમાં અનિશ્ચિતતા અને જાહેર શાસનમાં ટાળી શકાય તેવા વિક્ષેપના રૂપમાં આવશે. આવા પરિણામો માગવામાં આવેલી રાહતની સરખામણીમાં તદ્દન અપ્રમાણસર હશે અને તેનાથી વિશાળ જનહિત પણ જળવાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ધોધમાર વરસાદ:સિંધુભવન અને એસજી હાઈવે પર પાણી પાણી, બોપલમાં પાણી ભરાયા
    Next Article
    ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી કરી:પરપ્રાંતીય મજૂરોને રાખીને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનારા હોટલ સંચાલકો સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment