Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી કરી:પરપ્રાંતીય મજૂરોને રાખીને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનારા હોટલ સંચાલકો સામે કાર્યવાહી

    15 hours ago

    ગીર સોમનાથ પોલીસે પથિક સોફ્ટવેરમાં મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી ન કરનાર તેમજ નોંધણી વગર પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર ફાર્મહાઉસ અને રિસોર્ટ માલિકો/સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં દેશ-વિદેશથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ સાસણ, સોમનાથ જેવા સ્થળોએ ફરવા કે દર્શનાર્થે આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, અગત્યની માહિતી મળી રહે અને આતંકવાદી ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે. તમામ રિસોર્ટ, હોટલ, ફાર્મહાઉસ અને ગેસ્ટહાઉસને તેમના ત્યાં રોકાવા આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા અને વાહન સહિતની તમામ વિગતો પથિક સોફ્ટવેરમાં દાખલ કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, કર્મચારીઓ કે મજૂરોને કામે રાખનારા સંચાલકો, ઠેકેદારો અને કોન્ટ્રાક્ટરોએ આવા કર્મચારીઓની નિયત નમૂના મુજબની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં પૂરી પાડવી ફરજિયાત છે. પોલીસ ચેકિંગ દરમિયાન, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા "ધારા" હોટલના માલિક/સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી કર્યા વગર રૂમ આપવામાં આવ્યા હોવાનું જણાયું હતું. આ જાહેરનામાના ભંગ બદલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે જી.પી. એક્ટ કલમ-૧૩૧ મુજબ પાંચ અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામ પંચાયતોને આસપાસની મનપા અને નગરપાલિકાઓમાં ભેળવવા વિરુદ્ધ અરજી:હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવી, નોંધ્યું કે, વિધાનસભા અને નીતિગત ક્ષેત્રમાં કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત
    Next Article
    Trump's 50% Tariff Threat May Hurt Canada But Could Be Negotiation Tactic: Experts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment