Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ધોધમાર વરસાદ:સિંધુભવન અને એસજી હાઈવે પર પાણી પાણી, બોપલમાં પાણી ભરાયા

    13 hours ago

    અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમય બાદ અમદાવાદીઓએ ફરી એકવાર ચોમાસાનો અનુભવ કર્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે. વરસાદના કારણે સવારના સમયે કામકાજ માટે નીકળેલા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી અમદાવાદ માટે આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલ અમદાવાદમાં વરસાદી માહોલના કારણે ચોમાસું ફરી સક્રિય થયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 200થી વધુ લોકોનું સ્થળાંતર:ઔરંગા નદી ઇતિહાસમાં પહેલીવાર 9 મીટરની ભયજનક સપાટીએ; તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર, તંત્ર એલર્ટ મોડ પર
    Next Article
    ગ્રામ પંચાયતોને આસપાસની મનપા અને નગરપાલિકાઓમાં ભેળવવા વિરુદ્ધ અરજી:હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવી, નોંધ્યું કે, વિધાનસભા અને નીતિગત ક્ષેત્રમાં કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment