Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 200થી વધુ લોકોનું સ્થળાંતર:ઔરંગા નદી ઇતિહાસમાં પહેલીવાર 9 મીટરની ભયજનક સપાટીએ; તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર, તંત્ર એલર્ટ મોડ પર

    13 hours ago

    વલસાડ જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલો આફતનો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સતત વરસી રહેલા મુસળધાર વરસાદ અને ઉપરવાસમાં ભારે પાણીની આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જિલ્લામાં રેડ અલર્ટ વચ્ચે ધરમપુર તાલુકામાં છેલ્લા 4 કલાકમાં જ 6 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના આ રોદ્ર સ્વરૂપને કારણે વલસાડની લોકમાતા ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જુઓ વરસાદે સર્જેલી તરાજીની તસવીરો… ઈતિહાસમાં પ્રથમ વખત ઔરંગા નદી 9 મીટરના લેવલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીનું જળસ્તર ભેરવી ખાતે 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. વલસાડના ઇતિહાસમાં પ્રથમવખત ઔરંગા નદી આટલી ઉંચી સપાટીએ પહોંચતા સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં કાશ્મીર નગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી શક્યતા ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ તંત્ર દ્વારા મોડી રાત્રે જ સ્થાનિકોનું સલામત સ્થળે સ્થળાંતર શરૂ કરાયું હતું. રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ નાગરિકો માટે નગરપાલિકા અને તંત્ર દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા સાથે સલામત સ્થળે આવેલા રામજી મંદિર ખાતે આશરો આપવામાં આવ્યો છે. વરસાદ વચ્ચે તંત્રની સઘન કામગીરી મુસળધાર વરસાદ વચ્ચે પણ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર ખડેપગે રહ્યા હતા. પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર તૃપ્તિબેન, નગરપાલિકાના C.O., સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારી તેમજ વલસાડ નગરપાલિકાનો સ્ટાફ અને PI સહિતની પોલીસ ટીમ મોડી રાત સુધી વરસાદમાં ભીંજાઈને પણ બચાવ અને સ્થળાંતરની કામગીરીમાં જોડાયેલી રહી હતી. શાળા-કોલેજોમાં રજા જાહેર અને નાગરિકોને અપીલ જિલ્લામાં પૂરની કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પ્રાંત અધિકારી વિમલ પટેલની નાગરિકોને અપીલ તમામ નાગરિકો પોતાના ઘરે રહે, સુરક્ષિત રહે અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી બચે. કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધો.
    Click here to Read More
    Previous Article
    વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચથી સ્થિતિ બગડી, બોટથી રેસ્ક્યૂ:અમદાવાદમાં ધોધમાર વરસાદ, સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ, બે ખાડી ઓવરફલો; 3 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    અમદાવાદમાં ધોધમાર વરસાદ:સિંધુભવન અને એસજી હાઈવે પર પાણી પાણી, બોપલમાં પાણી ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment