Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચથી સ્થિતિ બગડી, બોટથી રેસ્ક્યૂ:અમદાવાદમાં ધોધમાર વરસાદ, સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ, બે ખાડી ઓવરફલો; 3 જિલ્લામાં રેડ એલર્ટ

    21 hours ago

    ગતરોજથી જ મેઘરાજા વલસાડ જિલ્લાને ધમરોળી રહ્યાં છેે. આભ ફાટ્યુ હોય તેમ ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાતના 1થી સવારના 6 વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પણ સૌથી વધુ ઉમરગામમાં સાડા સાત ઇંચ છે. આમ ગઈકાલથી આજ સુધીમાં ઉમરગામમાં 36 ઇંચથી કુદરતી આફત સર્જાઈ છે. શહેરમાં નદીઓને જેમ પાણી વહી રહ્યું છે અને મોંધી કારો પણ ડૂબી ગઈ છે. ફસાયેલા લોકોનું બોટથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે. સુરતમાં ખાડી નજીક રહેતા 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે (23 જુલાઈ) મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના વરસાદની તસવીરો… આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આગામી 24 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 25 જુલાઈ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ અને વાવ-થરાદ, મહેસાણા તથા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    PM’s move amid NEET rage: Fast-track courts for ‘swift, stringent punishment’
    Next Article
    વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 200થી વધુ લોકોનું સ્થળાંતર:ઔરંગા નદી ઇતિહાસમાં પહેલીવાર 9 મીટરની ભયજનક સપાટીએ; તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર, તંત્ર એલર્ટ મોડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment