Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેકનોલોજીની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા:સ્કૂલમાં ફેસ રેકેગ્નેશનથી હાજરી પુરાશે, વિદ્યાર્થીને વોશરૂમમાં પાંચ મિનિટથી વધુ મોડું થશે તો સુપરવાઈઝર-પ્રિન્સિપાલને મેસેજ જશે

    17 hours ago

    થલતેજની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા વર્ગખંડમાં પરંપરાગત રીતે લેવાતી હાજરીને સ્થાને સ્કૂલે 91 ક્લાસરૂમમાં એઆઇ-એનેબલ્ડ ફેસ રેકગ્નિશન એટેન્ડન્સ સિસ્ટમ અમલી બનાવી છે. સ્કૂલના 6,230 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સમુદાય માટે શરૂ કરાયેલી આ વ્યવસ્થાથી દર વર્ષે લગભગ 66 હજાર કલાકનો સમય બચશે. દરરોજ હાજરી પૂૂરવામાં થતો સમય બચતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આ સમય સીધો અભ્યાસમાં ઉપયોગમાં લઈ શકાશે. આ સિસ્ટમ અમલી થયા બાદ જો વિદ્યાર્થી વોશરૂમ માટે પણ ક્લાસરૂમની બહાર જશે તો ફેસ સ્કેન કરવાનો રહેશે, જેથી જો 5 મિનીટમાં તે પરત નહીં આવે તો તેનો એલર્ટ મેસેજ પહેલા સુપરવાઇઝર પાસે જશે. જેથી તેઓ વોશરૂમની તપાસ કરશે. સાથે જ જો 10 મિનિટનું મોડુ થશે તો તે ક્લાસરૂમમાં ન હોવાનો મેસેજ પ્રિન્સિપાલને જશે. જેથી તેઓ બાળકને શોધવાની કામગીરી શરુ કરશે. નવી સિસ્ટમથી કોઈ વિદ્યાર્થી વારંવાર મોડો આવે તો તેના પેટર્નની સમયસર ઓળખ કરી વાલીઓને સાથે રાખીને સુધારાત્મક પગલાં લઈ શકાશે. આ સિવાય બીજાના નામે બોલાઈ જતી હાજરી જેવી બાબતો સંપૂર્ણ અટકી જશે. જો બાળક સમયસર સ્કૂલ કે વર્ગખંડમાં નહીં પહોંચે તો રિયલ-ટાઇમ અપડેટને કારણે વાલીઓને ત્વરિત અને સચોટ માહિતી મળી રહેશે, જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને પારદર્શિતા વધશે. હાઈટેક એટેન્ડન્ટ સિસ્ટમ આ રીતે કામ કરશે? - સ્કેનિંગ પ્રક્રિયા : વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રવેશ કરે ત્યારે સિસ્ટમ તેનો ફેસ સ્કેન કરે છે. દરેક સ્કેનિંગમાં માત્ર 3 સેકન્ડ જેટલો ઓછો સમય લાગે છે. - સ્કૂલની સિસ્ટમ સાથે સીધું જોડાણ: ફેસ સ્કેન થતાં જ હાજરીનો ડેટા સીધો સ્કૂલની સિસ્ટમમાં રિયલ-ટાઇમમાં અપડેટ થઈ જાય છે. - સમયની સચોટ નોંધણી : સિસ્ટમ બાળકના માત્ર હાજર કે ગેરહાજર હોવાની જ નહીં, પરંતુ વર્ગખંડમાં પ્રવેશવાના ચોક્કસ સમયની પણ નોંધ રાખે છે. - લેટ-એન્ટ્રીની સ્પષ્ટતા : બાળક સ્કૂલ કેમ્પસમાં આવી ગયું છે કે ક્લાસરૂમમાં મોડું પહોંચ્યું છે તે તમામ તફાવત સિસ્ટમ રિયલ-ટાઇમ ડેટા દ્વારા સ્પષ્ટ કરી દે છે. ટેકનોલોજીની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા બાળકો જો વોશરૂમમ જશે ત્યારે સ્કેન કરીને જશે, જો તેઓ 4 મિનિટ મોડા પડશે તો તેનો મેસેજ સુપરવાઇઝરને જશે, ત્યારબાદ પ્રિન્સિપાલને જશે. નવી ટેકનોલોજીની સાથે સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ સિસ્ટમને અમલી થયા બાદ શિક્ષકોના દર વર્ષે 66 હજાર કલાક બચશે. - મનન ચોક્સી, સ્કૂલ સંચાલક
    Click here to Read More
    Previous Article
    'જયેશ રાદડિયાને લાગ્યું હશે હું તેને રાજકારણમાં નડું છું':ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો સ્ફોટક ઇન્ટરવ્યૂ, કહ્યું- જેણે આનંદીબેનને હટાવ્યા તેને કુદરત છોડશે નહીં
    Next Article
    વૈભવ સૂર્યવંશીની નજર જોરદાર પરફોર્મન્સ આપવા પર રહેશે:ઝિમ્બાબ્વે સામે આજે પહેલી T20I મેચ; શ્રેયસની કેપ્ટનશીપમાં નવા ચહેરાઓને તક મળી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment