Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભટકતા જીવનથી બચી:મોરબીમાં વન સ્ટોપ સેન્ટરની ટીમે ઘરકંકાસમાં ઘર છોડનાર મહિલાને પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું

    1 day ago

    ઘરેલુ કંકાસથી વ્યથિત થઈ ઘરેથી નીકળી ગયેલી 30 વર્ષીય પરિણીત મહિલા મોરબી સુધી પહોંચી તો હતી, પરંતુ અજાણ્યા શહેરમાં માર્ગ ભૂલી જતાં લાચાર બની ગઈ હતી. પોતાની ઓળખ અને રહેઠાણ અંગે પણ સ્પષ્ટ માહિતી આપી શકતી ન હોવાથી મહિલા ભટકતી રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમયસર એક સજ્જન વ્યક્તિની જાણ બાદ વન સ્ટોપ સેન્ટર, મોરબીની ટીમ મહિલાની મદદે આવી હતી. સતત કાઉન્સેલિંગ અને સંવેદનશીલ અભિગમથી મહિલાની ઓળખ મેળવી અંતે તેનો પરિવાર સાથે સુરક્ષિત મેળાપ કરાવવામાં સફળતા મળી હતી. વન સ્ટોપ સેન્ટરની ટીમને મહિલા અસરગ્રસ્ત હાલતમાં મળી હતી. શરૂઆતમાં મહિલા પોતાનું નામ, સરનામું કે પરિવાર વિશે સ્પષ્ટ માહિતી આપી શકતી ન હોવાથી ટીમે ઉતાવળ કર્યા વિના કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન મહિલા મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની વતની હોવાનું અને હાલ રાજકોટ જિલ્લાના સાપર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. ઘરકંકાસને કારણે તે ઘરેથી નીકળી ગઈ હતી અને ભટકતાં ભટકતાં મોરબી પહોંચી હતી. વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે સંપર્ક સાધી ઓળખની પુષ્ટિ કર્યા બાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી. વન સ્ટોપ સેન્ટરના ઇન્ચાર્જ ડી.પી. પાથર તથા સ્ટાફના અંજનાબેન મકવાણા અને દીપકભાઈ પરમારે સમગ્ર પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાની માહિતી પણ બની ઓળખનો આધાર‎ મહિલા શરૂઆતમાં પોતાની ઓળખ સ્પષ્ટ રીતે જણાવી શકતી ન હતી. કાઉન્સેલિંગ દરમિયાન તેણે આપેલી છૂટીછવાઈ માહિતીના આધારે વન સ્ટોપ સેન્ટરની ટીમે તપાસ આગળ ધપાવી હતી. સતત પ્રયાસો બાદ મહિલા રાજકોટ જિલ્લાના સાપર વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળતાં પરિવાર સુધી પહોંચવાનો માર્ગ સરળ બન્યો. વન સ્ટોપ સેન્ટર શું કરે છે?‎ વન સ્ટોપ સેન્ટર મહિલાઓને ઘરેલુ હિંસા, ત્રાસ, સંકટ કે અન્ય મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય, કાઉન્સેલિંગ, કાનૂની માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ આશ્રય જેવી સેવાઓ પૂરી પાડે છે. આવી સંસ્થાઓ સમયસર હસ્તક્ષેપ કરીને અનેક મહિલાઓને સુરક્ષા અને પરિવાર સાથે પુનર્મિલનની તક આપે છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ ઈંચ વરસાદે મહાપાલિકાની પોલ ખોલી‎:મનપાની બેદરકારીથી શાકમાર્કેટ ગોઠણડૂબ બન્યું, વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં
    Next Article
    50થી વધુ રિક્ષાઓ સામે દંડનીય પગલાં લેવાતા રોષ‎:સોમનાથમાં RTOની કાર્યવાહી, 300થી વધુ રિક્ષાચાલકોનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment