Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50થી વધુ રિક્ષાઓ સામે દંડનીય પગલાં લેવાતા રોષ‎:સોમનાથમાં RTOની કાર્યવાહી, 300થી વધુ રિક્ષાચાલકોનો વિરોધ

    1 day ago

    સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ચાલકો સામે આરટીઓ કચેરી દ્વારા સતત કરાતી હેરાનગતિને પગલે ભારે રોષ ફેલાયો છે. છેલ્લા બે દિવસમાં આડેધડ 50થી 60 રિક્ષાચાલકો સામે દંડકીય કાર્યવાહી કરાતા આજે 300થી વધુ રિક્ષાચાલકોએ કામ-ધંધો બંધ રાખી સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાયલુ અને રિક્ષાચાલક વિજયભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ પાર્કિંગ, ત્રિવેણી સંગમ અને ગુડલક સર્કલ જેવા સ્થળોએથી પૂરા દસ્તાવેજ હોવા છતાં આરટીઓની ટીમ દ્વારા રિક્ષાઓ ઉપાડી લેવાય છે અને 4,000 થી 5,000 રૂપિયા સુધીનો ભારે દંડ ફટકારવામાં આવે છે. દરમિયાન રોજનું કમાઈને રોજ ખાતા અને રિક્ષાના હપ્તા ભરતા ચાલકો માટે આ દંડ અસહ્ય બની રહ્યો છે. તંત્રની આ નીતિથી 500થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. જો હેરાનગતિ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાર્કિંગની ફી ભરવા છતાં દંડ ફટકારવામાં આવે છે સોમનાથ આવતા યાત્રિકોની સેવા કરતા રિક્ષાચાલકો પાર્કિંગ ફી ચૂકવતા હોવા છતાં આરટીઓ દ્વારા ગમે ત્યાંથી રિક્ષા ઉપાડી રૂ. 5,000 સુધીનો દંડ ફટકારી હેરાન કરાતા રોજગારી પર માઠી અસર પડી છે. . તસવીર - રાહુલ કારીયા
    Click here to Read More
    Previous Article
    ભટકતા જીવનથી બચી:મોરબીમાં વન સ્ટોપ સેન્ટરની ટીમે ઘરકંકાસમાં ઘર છોડનાર મહિલાને પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું
    Next Article
    મોડાસાની પ્રાર્થના સ્કૂલમાં બાળ અત્યાચાર કેસ‎:છાત્રને મારનાર આચાર્ય અને ટ્રસ્ટી ધરપકડના ડરે ભૂગર્ભમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment