Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ ઈંચ વરસાદે મહાપાલિકાની પોલ ખોલી‎:મનપાની બેદરકારીથી શાકમાર્કેટ ગોઠણડૂબ બન્યું, વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં

    एक दिन पहले

    એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા મોરબીમાં બુધવારે સવારે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે તખ્તસિંહજી રોડ પર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. વર્ષોથી એક જ સમસ્યાનો સામનો કરી રહેલા વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાણી વચ્ચે ઊભા રહી ચક્કાજામ કરીને મનપા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રામચોકથી ગાંધીચોક, મેઈન બજાર, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સૌથી વધુ અસર તખ્તસિંહજી રોડ પર જોવા મળી હતી. રોડ પર નદીની જેમ પાણી વહેતાં બંને બાજુ આવેલી અનેક દુકાનોમાં એકથી બે ફૂટ સુધી પાણી ઘૂસી ગયું હતું. કરિયાણા, કપડાં, લોખંડ, સિમેન્ટ સહિતના વેપારીઓને માલસામાન પલળી જતાં નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.વેપારીઓના ચક્કાજામથી ગાંધીચોકથી સામાકાંઠા તરફ જતો મુખ્ય માર્ગ બંધ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે વેપારીઓને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ વેપારીઓએ મહાનગરપાલિકામાં જઈ મેયર સમક્ષ રજૂઆત કરી હતી. વેપારીઓએ દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ વેપાર-ધંધાને નુકસાન થતું હોવાની રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. બીજી તરફ શાકમાર્કેટ વિસ્તારમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં ખરીદી માટે આવેલા ગ્રાહકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવા આલાપ રોડ, લાતી પ્લોટ, વીસીપરા સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ કીચડ છવાઈ જતાં લોકોના દૈનિક જીવન પર પણ અસર જોવા મળી હતી. ગટર લાઇન નાખી છતાં પાણી ન ઊતરે તો કામનો અર્થ શું? સ્થાનિક વેપારી કાનાભાઈએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીના પ્રશ્ને અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરી છે. દર વખતે સમસ્યા ઉકેલવાની ખાતરી અપાય છે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં સ્થિતિ યથાવત છે. ભૂગર્ભ ગટર અને પાઇપલાઇનની કામગીરી થયા બાદ પણ પાણીનો નિકાલ થતો નથી. જો કરોડો રૂપિયાના ખર્ચ છતાં સામાન્ય વરસાદમાં જ રોડ પાણીમાં ગરકાવ થઈ જાય તો કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે પ્રશ્નો ઊભા થાય છે. મનપાનો દાવો : 6 એન્જિનિયરની ટીમ‎કામગીરીમાં, નવી પાઇપલાઇન જોડાશે‎ મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે છ જુનિયર એન્જિનિયરોની ટીમ બનાવી દરેકને બે-બે વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટર લાઇનોની સફાઈ તથા નવી પાઇપલાઇન જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવી શકે. કરોડોનો ખર્ચ છતાં પાણીનો નિકાલ કેમ નથી થતો? સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે વર્ષો પહેલાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. નવી લાઇન નાખ્યા બાદ પણ પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ સમગ્ર ડ્રેનેજ વ્યવસ્થાનું ટેક્નિકલ ઓડિટ કરવાની માંગ કરી છે. 15 વર્ષથી પાણી‎ભરાવાની સમસ્યાનો‎અંત નથી‎ તખ્તસિંહજી રોડના વેપારીઓના જણાવ્યા મુજબ બે-ત્રણ ઈંચ વરસાદ પડે ત્યારે પણ સમગ્ર રોડ નદીમાં ફેરવાઈ જાય છે. દુકાનોમાં પાણી ન ઘૂસે તે માટે દર વર્ષે આડશો મૂકવા છતાં એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ જતું હોવાથી કરિયાણા, કપડાં, સિમેન્ટ, લોખંડ સહિતના માલસામાનને નુકસાન થાય છે. વેપારીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં કાયમી ઉકેલ આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    આસ્થા:રાજસ્થાનથી 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરી 76 વર્ષીય ભાવિકે દ્વારકાધીશને શીશ ઝૂકાવ્યું
    Next Article
    ભટકતા જીવનથી બચી:મોરબીમાં વન સ્ટોપ સેન્ટરની ટીમે ઘરકંકાસમાં ઘર છોડનાર મહિલાને પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment