Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસ્થા:રાજસ્થાનથી 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરી 76 વર્ષીય ભાવિકે દ્વારકાધીશને શીશ ઝૂકાવ્યું

    1 day ago

    દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગત મંદિરમાં દરરોજ દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચતા હોય છે. ભક્તિની વિવિધ અભિવ્યક્તિઓ વચ્ચે કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની અડગ આસ્થા અને સંકલ્પના બળે વિશિષ્ટ યાત્રાઓ કરીને ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે. આવી જ એક અનોખા ભકિત સાથે રાજસ્થાનના 76 વર્ષીય સખારામ રાજપુતે આશરે 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરીને બુધવારે દ્વારકાધીશના ચરણોમાં પોતાની યાત્રા સમર્પિત કરી હતી. રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પૌશાલનગર અસાડા ગામના રહેવાસી સખારામ રાજપુતે જાન્યુઆરી માસમાં પોતાના વતનથી દંડવત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. લાંબી અને કઠિન યાત્રા પૂર્ણ કરીને તેઓ તા. 22 જુલાઈના રોજ યાત્રાધામ દ્વારકા પહોંચ્યા હતા. તેમના આગમન સમયે સ્થાનિક ભક્તો અને સેવાભાવી ઓએ તેમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ જગત મંદિરમાં પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પોતાની 700 કિલોમીટરની દંડવત યાત્રા ભગવાનના ચરણોમાં અર્પણ કરી હતી. સખારામ રાજપુતે જણાવ્યું હતું કે આ તેમની દ્વારકાની ત્રીજી દંડવત યાત્રા છે. ત્રીજી યાત્રા પૂર્ણ કર્યા બાદ હવે તેઓ નવી ધાર્મિક યાત્રાનો પ્રારંભ કરશે, જે દ્વારકાથી રાજસ્થાનના પ્રસિદ્ધ રણુજા તીર્થ સુધી પહોંચશે. તેમણે જણાવ્યું હતું, કે દ્વારકાની સમગ્ર યાત્રા દરમિયાન તેમને અનેક સ્થળોએ લોકોનો પ્રેમ, સહયોગ અને સેવા મળી, જેના કારણે યાત્રા સુખદ અને યાદગાર બની રહી છે. ભક્તિ, શ્રદ્ધા અને અડગ સંકલ્પનું પ્રતિક બની રહેલી સખારામ રાજપુતની આ દંડવત યાત્રા દ્વારકામાં આવેલા શ્રદ્ધાળુઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની ઉમર અને અવિરત ભક્તિએ અનેક લોકોને ભગવાન પ્રત્યેની અડગ આસ્થા અને સમર્પણનો અનોખો સંદેશ આપ્યો છે. અજ્ઞાત શખસોએ લૂંટયો, હજુ રકમ પરત મળી નથી યાત્રા દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનાનો પણ પદયાત્રિક સખારામજીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ જામનગર નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં આશરે ત્રણ લાખ રૂપિયાની રકમ લૂંટી લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસે આ ઘટનાના આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ તેમની લૂંટાયેલી રકમ હજુ સુધી પરત મળી નથી, જે બાબતનો તેમને આજે પણ અફસોસ છે.
    Click here to Read More
    Previous Article
    જાનથી મારી નાખવાની ધમકી આપી:ગોધરામાં મકાન વિવાદમાં આધેડ પર પાઇપ વડે હુમલો, 4 સામે ફરિયાદ
    Next Article
    દોઢ ઈંચ વરસાદે મહાપાલિકાની પોલ ખોલી‎:મનપાની બેદરકારીથી શાકમાર્કેટ ગોઠણડૂબ બન્યું, વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment