Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા સેશનમાં ન્યૂઝીલેન્ડનું જોરદાર કમબેક:પહેલા સેશનમાં 4 વિકેટ ગુમાવી હતી; હેનરી નિકોલ્સ પછી ગ્લેન ફિલિપ્સની પણ ફિફ્ટી

    15 hours ago

    ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે કમબેક કર્યું છે. હાલમાં ત્રીજો સેશન ચાલુ છે અને ટીમનો સ્કોર 145/5 છે. ટીમ તરફથી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. બન્ને બેટર્સે ફિફ્ટી પૂરી કરી છે. જસપ્રીત બુમરાહે વિકેટકીપર ટોમ બ્લંડેલ (5 રન)ને સ્લિપ પર ગિલના હાથે કેચ કરાવ્યો. તેણે ટોમ લેથમ (0) અને ડેરીલ મિચેલ (એક રન)ને પણ આઉટ કર્યા. આકાશદીપે રચિન રવીન્દ્ર (15 રન) અને અંશુલ કંબોજે ડેવોન કોનવેની વિકેટ લીધી. જસપ્રીત બુમરાહનું એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં કમબેક થયું છે. તેણે છેલ્લી મેચ 22થી 26 નવેમ્બર 2025 દરમિયાન સાઉથ આફ્રિકા સામે ગુવાહાટીમાં રમી હતી. સિરાજ અને જાડેજાને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ન્યૂઝીલેન્ડ (NZ): ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લન્ડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાઇલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી.
    Click here to Read More
    Previous Article
    બે સ્વામીએ ₹1.25 કરોડની છેતરપિંડી આચરી:ખેડૂત સાથે મળી 354 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહી નિવૃત શાસનાધિકારીને શીશામાં ઉતાર્યા
    Next Article
    મોરબીમાં નંબર પ્લેટ વગરનાં 21 ભારે વાહનો ડિટેઇન કરાયા:જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમે હાઈવે પર ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment