Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબલપુર સર્કલ પાસેનો રોડ‎નવ માસ માટે બંધ કરાયો‎:નવા ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી મ્યુ.કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

    14 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ધોરાજી રોડ, સાબલપુર સર્કલ પાસે નવા રેલ્વે ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં છે. આ બ્રિજના ફાઉન્ડેશન માટે ખોદાણકામ કરવાનું હોવાથી વાહનચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશી દ્વારા ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ અન્વયે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ મુજબ સાબલપુર સર્કલથી ધોરાજી ફાટક સુધીનો રસ્તો વાહનવ્યવહાર અને જાહેર ઉપયોગ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 31/3/2027 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાબલપુર સર્કલથી ધોરાજી ફાટક અને ધોરાજી/જૂના બાયપાસ આ રીતે જશો વાહનચાલકોએ સાબલપુર સર્કલથી રાજકોટ રોડ થઈ, ક્રિષ્ના હોટલ પાસેથી નવા બાયપાસ મારફતે ધોરાજી તરફ કે જૂના બાયપાસ તરફ જવાનું રહેશે.જાહેર જનતાને આ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને તંત્રને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખીજડિયા બાયપાસ પાસે LCBનો દરોડો:હોટલના પાર્કિગમાં કારમાંથી 388 બોટલ દારૂ મળ્યો, 2 ઝબ્બે
    Next Article
    જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં આજે સુનાવણી:ભવનાથ મંદિર પાસેનો પ્લોટ કોના નામે લેવાયેલો છે તેના દસ્તાવેજ સહિતનો રેકર્ડ આજે મહંત હરિગીરી પાસે મંગાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment