Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીજડિયા બાયપાસ પાસે LCBનો દરોડો:હોટલના પાર્કિગમાં કારમાંથી 388 બોટલ દારૂ મળ્યો, 2 ઝબ્બે

    13 hours ago

    જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે સ્થાનિક ગુના શોધક શાખાએ એક હોટલના પાર્કીગમાં રાખેલી કારમાંથી રૂા. 2.71 લાખની કિંમતના દારૂની 388 બોટલના જથ્થા સાથે લીંબડીના બે શખસોને પકડી પાડયા હતા. પોલીસે દારૂ,કાર સહિત રૂા. 11.11 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં સપ્લાયર, આયાતકાર સહિત ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. જામનગર સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમ પુર્વ બાતમીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક જય માતાજી હોટલના પાર્કિંગમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ત્યાં ઉભેલી ક્રેટા કાર ની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 388 બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂ. 2.71 લાખની કિંમતનો દારૂ, રૂ. 8 લાખની ક્રેટા કાર તથા રૂ. 40 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 11,11,319નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ પ્રકરણમાં પોલીસે જયદિપસિંહ ધમેન્દ્રસિંહ રાણા (રહે. ભલગામડા, નાનોભાગ,લીંબડી )અને મહેશ છેલ્લાભાઇ જોગરાણા (રે. લીંબડી)ને પકડી પાડ્યા હતા. જયારે પોલીસે પુછપરછમાં કરણ ઉર્ફે ભાણો ભરવાડ (રે. લીંબડી), યશભાઇ રાવલ (રહે. શાંતીનગર, જામનગર) અને પ્રકાશભાઇ (રહે. સાંચોર રાજસ્થાન)ના નામો ખુલ્યા હતા.આથી પોલીસે તમામ સામે ગુનો નોંધી દારૂના આયાતકાર, સપ્લાયર સહિત ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જોડીયા, ખંભાળિયામાં હળવા ઝાપટાં‎:જામજોધપુરમાં મેઘરાજા મહેરબાન, વધુ એક ઈંચ
    Next Article
    સાબલપુર સર્કલ પાસેનો રોડ‎નવ માસ માટે બંધ કરાયો‎:નવા ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી મ્યુ.કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment