Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોડીયા, ખંભાળિયામાં હળવા ઝાપટાં‎:જામજોધપુરમાં મેઘરાજા મહેરબાન, વધુ એક ઈંચ

    12 hours ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકમાં અવિરત મેઘાવી માહોલ વચ્ચે બુધવારે મોડી સાંજ સુધી હાલાર સચરાચર મેઘમહેરથી વંચિત રહયુ હતુ.જામજોધપુરમાં બપોરે શરૂ થયેલા વરસાદે વધુ એક ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ.જયારે જોડીયા, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં હળવા ભારે ઝાપટા જ વરસ્યા હતા. હાલારમાં ચાલુ વર્ષે વરસાદ લગભગ ચારેક સપ્તાહ જેટલો ખેંચાતા પાક અને પાણીનુ ચિત્ર ચિંતાજનક બની રહયુ છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી મહદઅંશે મેઘાવી માહોલ છવાયેલો રહે છે. જોકે, છુટાછવાયા વરસાદને બાદ કરતા હજુ સુધી સચરાચક મેઘકૃપાની ઝંખના સંતોષાઇ નથી.જામનગર શહેરમાં હળવા ઝાપટાએ માર્ગો ભીંજવ્યા હતા.જયારે જામજોધપુરમાં સવારથી ઘેરાયેલા કાળા ડીંબાગ વાદળો બપોર સુધી વરસ્યા હતા.જેના કારણે વધુ 25 મીમી વરસાદ પડયો હતો. જોકે, જોડીયા, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં સવારથી સાંજ સુધી સમયાંતરે હળવા ઝાપટા જ વરસ્યા હતા. જામનગર સહિત હાલારભરમાં બુધવારે રાત્રે પણ ભારે વરસાદી ડોળ યથાવત રહ્યો છે. જે દરમિયાન રાત્રે શહેરમાં હળવું ઝાપટું પણ વરસ્યું હતું. નવાગામમાં વધુ અડધો ઈંચ પાણી જામનગર ગ્રામ્યમાં મંગળવારે હળવા ભારે ઝાપટાનો સિલસિલો યથાવત રહયો હતો. જેમાં કાલાવડ તાલુકાના નવાગામમાં 15 મીમી, જામવાડીમાં 10 મીમી ઉપરાંત દરેડ, નિકાવા, ખરેડી, મોટા વડાળા, ભલસાણ બેરાજા, સમાણા, શેઠ વડાળા,વાંસજાળીય, ધુનડા, ધ્રાફા, પરડવા, પીપરટોડા, પડાણા, ભણગોર, મોડપર અને હરીપરમાં પણ બુધવાર સવાર સુધીમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મેઘરાજાના રૂષ્ણાથી પાક-પાણીની ચિંતાજનક સ્થિતિ:હાલારમાં વરસાદ ખેંચાતા 5.83 લાખ હેકટર પૈકી હજુ 2.24 હેકટરમાં વાવણી
    Next Article
    ખીજડિયા બાયપાસ પાસે LCBનો દરોડો:હોટલના પાર્કિગમાં કારમાંથી 388 બોટલ દારૂ મળ્યો, 2 ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment