Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાના રૂષ્ણાથી પાક-પાણીની ચિંતાજનક સ્થિતિ:હાલારમાં વરસાદ ખેંચાતા 5.83 લાખ હેકટર પૈકી હજુ 2.24 હેકટરમાં વાવણી

    11 hours ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ મહદઅંશે રૂષણા લેતા વરસાદના ઘોરીમાસ અષાઢના પ્રથમ સપ્તાહ સુધીમાં દશ પૈકી આઠ તાલુકામાં મૌસમનો કુલ વરસાદ પુરો ત્રણ ઇંચ પણ થયો નથી. જયારે જામજોધપુરમાં આઠ ઇંચ અને કાલાવડમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ બુધવાર સાંજ સુધીમાં નોંધાયો હતો. બીજી બાજુ જામનગર જિલ્લામાં આગોતરા સહિત વર્તમાન સ્થિતિએ 3.46 લાખ હેકટર પૈકી હજુ સુધી માત્ર 1.89 લાખ હેકટર અને દેવભૂમિમાં 2.37 લાખ હેકટર પૈકી હજુ 35 હજાર હેકટરથી વધુ વાવેતર થયુ છે. હાલારના અમુક ગામોમાં વાવણી થઇ છે,જયારે હજુ અનેક ગામો મહદઅંશે વાવણી વિહોણા રહયા છે. ત્યારે હવે એક-દોઢ સપ્તાહમાં વરસાદ ન આવે તો પાક સાથે પાણીની ચિંતાજનક સ્થિતિની આશંકા દર્શાવાઇ રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક સાથે પાણીનુ ચિત્ર પણ હવે ચિંતાજનક બની શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે.જામનગર જિલ્લાના 6 તાલુકા પૈકી હજુ સુધી એકમાત્ર જામજોધપુર તાલુકામા઼ં વરસાદનો આંક 8 ઇંચ પર પહોચ્યો છે. જયારે કાલાવડ તાલુકામાં પણ ત્રણ ઇંચ વરસાદને બાદ કરીએ તો હજુ સુધી મોટા ભાગના તાલુકા મથકો સાથે ગ્રામ્ય પંથકો પણ મહદઅંશે નોંધપાત્ર મેઘમહેરથી વંચિત રહયા છે.જેના પગલે વાવેતર પણ ઘીમી ગતિએ આગળ ધપી રહયુ છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1.89 લાખ હેકટરમાં વાવેતર કરાયુ છે.જેમાં સૌથી વધુ કાલાવડમાં 69 હજાર હેકટરથી વધુનો સમાવેશ થાય છે. જે સાથે બીજા ક્રમે જામજોધપુર તાલુકામાં 46 હજારથી વધુ હેકટરમાં વાવેતર થયુ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં મૌસમનો કુલ વરસાદનો આંક માંડ એક ઇંચ પર પહોચ્યો છે.જયારે દ્વારકા અને કલ્યાણપુરમાં હજુ સુધી છુટાછવાયા હળવા ભારે ઝાપટા જ વરસ્યા હોવાનુ સામે આવ્યુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા઼ પણ અત્યાર સુધીમાં 35 હજાર હેકટરથી વધુ જમીનમાં વાવેતર થયુ હોવાનુ આંકડા મળી રહયા છે. હાલારમાં ગત વર્ષે સરેરાશ 16 ઇંચથી વધુ વરસાદની સાપેક્ષમાં ચાલુ વર્ષે નજીવા વરસાદના કારણે હવે જો એક-દોઢ સપ્તાહમાં વરસાદ ના આવે તો આગામી સમયમાં પાક સાથે પાણીનુ ચિંત્ર પણ ચિંતાજનક બની શકે એવી આશંકા જાણકારો દર્શાવી રહયા છે. જોકે, સિંચાઇ સાથે પીવાના પાણી માટે હાલના તબકકે હાલારવાસીઓઓ મહદઅંશે મદાર સૌની યોજના પણ રહી શકે એમ પણ સુત્રો ઉમેર્યુ હતુ. હાલ તો ખેડૂતો સહિતના તમામ હાલારીઓ આકાશ તરફ મીટ માંડીને અનરાધાર અષાઢી વર્ષાની આશાએ બેઠા છે. હાલારમાં મૌસમનો કયાં કેટલો વરસાદ જામનગરમાં ગત વર્ષ સરેરાશ 16‎ઇંચ સામે ચાલુ વર્ષે 3 ઇંચ જ વરસાદ‎ જામનગર જિલ્લાના તમામ છ તાલુકામાં ગત 22મી જુલાઇ 2025ની‎સ્થિતિએ સરેરાશ 396 મીમી એટલે કે 16 ઇંચ જેટલો વરસાદ પડયો‎હતો.જેની સામે ચાલુ વર્ષે હજુ સુધી માત્ર 77 મીમી એટલે કે સરેરાશ‎ત્રણ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.જામજોધપુર સિવાય તમામ‎તાલુકાઓના સરેરાશ વરસાદના આંકડામાં હાલ મોટી ખાધ જોવા મળે‎છે.
    Click here to Read More
    Previous Article
    વિધવા સહાયના પૈસા આવશે તેમ કહીને કટકે કટકે પૈસા પડાવ્યા:કારીગર યુવાન સાથે વિધવા મહિલાની 17 લાખની છેતરપિંડી
    Next Article
    જોડીયા, ખંભાળિયામાં હળવા ઝાપટાં‎:જામજોધપુરમાં મેઘરાજા મહેરબાન, વધુ એક ઈંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment