Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં આજે સુનાવણી:ભવનાથ મંદિર પાસેનો પ્લોટ કોના નામે લેવાયેલો છે તેના દસ્તાવેજ સહિતનો રેકર્ડ આજે મહંત હરિગીરી પાસે મંગાશે

    14 hours ago

    ગિરનારની ટોચે આવેલા અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુ જ્યારે હયાત હતા ત્યારે તેમણે ભવનાથ મંદિરની બાજુમાં આવેલ અંબાજી મંદિર ટ્રસ્ટ હસ્તકનો પ્લોટ તે સમયના ભવનાથ મંદિરના મહંત હરીગીરીને વેચાણે આપ્યો હતો. આ પ્લોટ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ભવનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેનો હતો. પરંતુ જ્યારે ખરીદવાની વાત આવી ત્યારે હરીગીરીએ પોતાના નામે દસ્તાવેજો કર્યા હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારબાદ ભવનાથ મંદિર અને અંબાજી મંદિર બંનેનો કબ્જો વહીવટદાર શાસન હસ્તક આવ્યો હતો. જેવો કબ્જો કલેકટર હસ્તક આવ્યો કે તેમણે ભવનાથ મંદિરની બાજુનો કરોડોની કિંમતના પ્લોટની પુછપરછ કરી હતી. વહીવટી સુત્રોના જણાવ્યા મુજબ આ પુછપરછમાં એવુ જાણવા મળ્યુ હતુ કે, ભવનાથ મંદિર ટ્રસ્ટના પૈસા ચુકવવામાં આવ્યા હતા પરંતુ ટ્રસ્ટના નામે મિલકત ન હતી આ મિલકત હરીગીરીના નામે હતી. જેથી કલેકટર યોગેશ ચૌધરીએ આ અંગે એક નોટીસ હરીગીરીને આપી હતી. તારીખ 23 જુલાઇના રોજ આ પ્લોટ અંગેની કલેકટર કચેરી ખાતે એક સુનવણી રાખવામાં આવી છે. કલેકટર કચેરી અને ચેરીટી કચેરીના અંગત સુત્રોએ એવી માહિતી આપી છે કે, આ સુનાવણીમાં હરીગીરી પાસેથી તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવશે. આના સીવાય આ સુનાવણીમાં બીજુ કંઇ કરવાનુ થતુ નથી દસ્તાવેજો કલેકટરના હાથમા આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અહીં જાણો.. કેવી રીતે ઉભો થયો આખો વિવાદ ?‎ અંબાજી મંદિર પાસે અતિથિ ભવન બનતુ હતુ પરંતુ વનવિભાગે કામ રોકાવ્યુ હતુ. આ અતિથિ ભવન ગિરનાર પર બની ગયુ હતુ. ત્યારબાદ અંબાજી મંદિરની એક જગ્યા ભવનાથ મંદિરની બાજુમાં હતી. ત્યા બ્રહ્મલીન તનસુખગીરી બાપુ અતિથિ ભવન બનાવવાનુ વિચાર્યુ હતુ. પરંતુ વિવાદ થતા આ પ્લોટ ફરજીયાત ભવનાથ મંદિર ટ્રસ્ટને વેચવો પડયો હતો. આ સોદો હરીદ્વારમાં હરીગીરીના આશ્રમમાં થયો હતો. તેમાં ભાજપના નેતાઓ પણ સામેલ હતા. રૂપિયા 71 લાખમાં સોદો થયા બાદ તેની એફડી અંબાજી મંદિર ટ્રસ્ટના નામે બેંકમાં કરવામાં આવી હતી. પરંતુ સામી બાજુએ ભવનાથ મંદિર ટ્રસ્ટના બદલે હરીગીરીના નામે આ પ્લોટની લેતીદેતી થતા વિવાદ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સાબલપુર સર્કલ પાસેનો રોડ‎નવ માસ માટે બંધ કરાયો‎:નવા ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી મ્યુ.કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું
    Next Article
    ટીપીઓ દ્વારા શાળામાં ચકાસણી શરૂ કરાઇ:શાળામાં માત્ર નામ રાખી કોચિંગ ક્લાસમાં ભણતા 45 છાત્રોની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment