Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડી-એલિસબ્રિજ વિસ્તારમાં ઓછું પાણી આવશે:હાટકેશ્વર બ્રિજના કૌભાંડી અધિકારીને બરતરફ કરવા દરખાસ્ત, પે-એન્ડ પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી લગાવવા સૂચના

    15 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી વોર્ડમાં પાણી પુરવઠો પૂરો પાડતી 900 મીમી વ્યાસની ટ્રંક મેઈન લાઈનમાં સર્જાયેલા લીકેજને દૂર કરવા માટે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે પશ્ચિમ ઝોનમાં પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આજે 23 જુલાઈના રોજ સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આવશે. પાણીનો વાલ્વ બંધ કરવામાં આવ્યો હોવાથી કામગીરી ચાલે ત્યાં સુધી વોટર ડીસ્ટ્રીબ્યુશનમાં પાણી નહીં આવવાથી 50 હજારથી વધુ લોકોને અસર થશે. પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં પાણીના જથ્થામાં ઘટાડો નોંધાશે પશ્ચિમ ઝોનમાં મુખ્ય લાઈનમાં મરામતની કામગીરી માટે ગુલબાઈ ટેકરા ચાર રસ્તા પાસેનો વાલ્વ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે. આ કારણે પાલડી વોર્ડ હેઠળ આવતા સ્કાઉટ ભવન, ફતેહપુરા, ગીતાબાગ અને એલિસબ્રિજ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો નોંધાશે. પાલડી વોર્ડના તમામ ચાર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ જ મર્યાદિત પાણીનું વિતરણ કરવામાં આવશે. જેથી તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારના રહીશોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. અધિકારીને હવે નોકરીમાંથી બરતરફ કરવા દરખાસ્ત શહેરના સૌથી વધુ વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે વિજિલન્સ અને ખાતાકીય તપાસને અંતે તત્કાલીન આસી.સિટી ઇજનેર મનોજકુમાર સોલંકીને ડિસમિસ કરવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી છે. કૌભાંડ મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અધિકારીને હવે નોકરીમાંથી બરતરફ કરવા દરખાસ્ત લાવવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજમાં થોડા જ વર્ષમાં ગાબડા પડવા સહિતની સમસ્યાઓ સામે આવવા માંડી હતી. જેમાં તપાસ કરાવવામાં આવતા વાહનવ્યવહાર માટે જોખમી બન્યો હોવા અંગેનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેના પગલે બ્રિજનો ઉપયોગ બંધ કરાવી દેવાયો હતો. છેવટે ભાજપના સત્તાધીશો દ્વારા બ્રિજને તોડવાનો નિર્ણય લેવાયો અને બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો છે. કોર્પોરેશન તંત્ર અને શાસક ભાજપની છબી ખરડાઇ હાટકેશ્વર બ્રિજ માટી પગો બન્યો હોવા અંગેનો રિપોર્ટ આવ્યો હતો જેથી બ્રિજ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના પગલે સમગ્ર કૌભાંડ હોવાને લઇ કોર્પોરેશન તંત્ર અને શાસક ભાજપની છબી ખરડાઇ હોવાથી હાટકેશ્વર બ્રિજનાં સેમ્પલ લેવડાવીને તેની વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. તત્કાલીન આસી.સિટી ઇજનેર મનોજકુમાર સોલંકી દોષિત પૂરવાર થયા બાદ ખાતાકીય તપાસ યોજવામાં આવી હતી અને ખાતાકીય તપાસને અંતે કમિશનરે મનોજકુમાર સોલંકીનાં જવાબને ફગાવી દઇ તેમને ડિસમિસ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે સ્ટેન્ડિંગ કમિટીની ચોરી લેવાની હોવાથી એની દરખાસ્ત મુકવામાં આવી છે. પે-એન્ડ પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી લગાવવા સૂચના શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં ન આવેલા હોવાને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો ઉદભવ લઈ લીધો હતો અને તમે કોન્ટ્રાક્ટર જેમ ચલાવે છે એમ ચલાવો છો એવું સંભળાવી દીધું હતું. શહેરના તમામ પે એન્ડ પાર્કિંગમાં ફરજિયાતપણે CCTV લગાવવા સૂચના આપી હતી. AMC દ્વારા પાણી, ડ્રેનેજની લાઈનોના કામ કરાવવામાં આવ્યા પછી તે કામગીરી અંગે GIS મેપિંગ કરાવવામાં આવ્યા પછી જ કોન્ટ્રાક્ટરોને બિલનું પેમેન્ટ કરવા અંગેની સૂચનાનું અમલ નહીં કરવા બદલ ફાયનાન્સ વિભાગના DYMCને આડે હાથે લીધા હતા. ચાલુ ચોમાસામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પડતા ભુવા પડવા અને રોડ બેસી જવાની ઘટના ન બને તે માટે ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો નાંખ્યા પછી યોગ્ય અને વ્યવસ્થિત રીતે વોટરિંગ કરવા તાકીદ કરી હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવા મુદ્દે મ્યુનિ. કમિશનરે કહ્યું કે, શહેરના વોટર ટેબલ આપવાનું કહેવા છતાં તમે કેમ વોટર ટેબલ, બોરવેલ, ખંભાતી કૂવાનો ડેટા આપતા નથી? એવો પ્રશ્ન કર્યો હતો. શહેરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે એસ્ટેટ- ટીડીઓ વિભાગની ઝાટકણી કાઢીને કોઈપણ ગેરકાયદે બાંધકામોને પાણી, ડ્રેનેજના કનેક્શન નહીં આપવા તાકીદ કરી હતી. તાજેતરમાં વાસણા, ગુપ્તાનગર પાસે પડેલા મોટા ભુવામાં AMCના સોલીડ વેસ્ટની ટ્રક ફસાઈ ગઈ હતી તેનો ઉલ્લેખ કરીને AMC કમિશનરે પ્રશ્ન કર્યો કે, શહેરમાં ભુવા, રોડ સેટલમેન્ટ કેમ થય છે? ઈજનેર અધિકારીએ જણાવ્યું કે, પાણી, ડ્રેનેજની નવી લાઈન નાંખવામાં આવે પછી રોડ સેટલમેન્ટ થયું હોય છે. આ મામલે કમિશનરે કહ્યું કે, પાણી, ગટરની લાઈનો નાંખ્યા પછી યોગ્ય અને વ્યવસ્થિત રીતે વોટરીંગ કેમ કરતા નથી? શહેરમાં રોડ પરના મેનહોલ બેસી જવાની ઘટનામાં પણ કામગીરી બરાબર થતી ન હોવાની કમિશનરે ટિપ્પણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર:ચોરીના આરોપીને હોસ્પિટલ લઈ જતાં બાથરૂમમાંથી નાસી છૂટ્યો
    Next Article
    હિંમતનગરમાં સ્વ.ભાવનાબેન પટેલની સ્મૃતિમાં નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ:161થી વધુ મહિલાઓએ લાભ લીધો, જરૂરિયાતમંદ મહિલાઓને મફત સોનોગ્રાફી કરી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment