Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર:ચોરીના આરોપીને હોસ્પિટલ લઈ જતાં બાથરૂમમાંથી નાસી છૂટ્યો

    14 घंटे पहले

    સુરેન્દ્રનગર: વઢવાણ પોલીસના જાપ્તામાંથી ચોરીનો એક આરોપી ફરાર થઈ ગયો છે. ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા નામના આ આરોપીને ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં વઢવાણ પોલીસે ઝડપ્યો હતો. તેને હેલ્થ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં હેલ્થ સ્કેનિંગ રિપોર્ટ કરાવતી વખતે આરોપીએ કુદરતી હાજતનું બહાનું બનાવી બાથરૂમમાં જવાની પરવાનગી માંગી હતી. બાથરૂમમાં ગયા બાદ તેણે ટોયલેટની બારી તોડી નાખી અને પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો. આરોપીના ફરાર થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. હાઈવે ઉપરના સીસીટીવી કેમેરા પણ ચેકિંગ માટે શરૂ કરવામાં આવ્યા છે. વઢવાણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાંથી આરોપીના નાસી છૂટવાના કારણે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    સાઇબર ફ્રોડ સામે ગુજરાત સરકારનો ‘માસ્ટરસ્ટ્રોક’:ફ્રોડના ‘ગોલ્ડન અવર’માં જ પૈસા ફ્રીઝ કરવા પોલીસ-બેંકો વચ્ચે રિયલ ટાઇમ મિકેનિઝમ બનશે, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
    Next Article
    પાલડી-એલિસબ્રિજ વિસ્તારમાં ઓછું પાણી આવશે:હાટકેશ્વર બ્રિજના કૌભાંડી અધિકારીને બરતરફ કરવા દરખાસ્ત, પે-એન્ડ પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી લગાવવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment