Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઇબર ફ્રોડ સામે ગુજરાત સરકારનો ‘માસ્ટરસ્ટ્રોક’:ફ્રોડના ‘ગોલ્ડન અવર’માં જ પૈસા ફ્રીઝ કરવા પોલીસ-બેંકો વચ્ચે રિયલ ટાઇમ મિકેનિઝમ બનશે, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

    14 hours ago

    ગુજરાતમાં વધતા ડિજિટલ ફ્રોડ સામે નાગરિકોની મહેનતની કમાણી બચાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ગાંધીનગરના GIFT City ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેંકિંગ ક્ષેત્રના વડાઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાઇબર ફ્રોડની ફરિયાદ મળ્યા બાદ ‘ગોલ્ડન અવર’માં જ નાણાં જે-તે બેંક ખાતામાં ફ્રીઝ કરી શકાય અને ઝડપથી રિકવરી થઈ શકે તે માટે પોલીસ અને બેંકો વચ્ચે રિયલ ટાઇમ મિકેનિઝમ વધુ ઝડપી બનાવવા પર ભાર મૂકાયો હતો. બેઠકમાં અત્યાર સુધી નોંધાયેલા સાઇબર ફ્રોડના કેસો અને તેના ડેટાનું એનાલિસિસ કરી ફ્રોડની પેટર્ન સમજવા તેમજ ભવિષ્યમાં સાઇબર અપરાધીઓને રોકવા આગોતરું કવચ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ, આ પ્રકારનું પરિણામલક્ષી ઇનિશિયેટિવ લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ‘બે મિનિટનો વિલંબ આખી જિંદગીની કમાણી ગુમાવી શકે’ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એકાઉન્ટ ફ્રીઝ કરવામાં પોલીસ કે બેંક સ્તરે માત્ર બે મિનિટનો વિલંબ પણ કોઈ પરિવારની આખી જિંદગીની કમાણી બરબાદ કરી શકે છે. આ માત્ર સરકારી પ્રોટોકોલ કે SOP નથી, પરંતુ નાગરિકોનો ડિજિટલ બેંકિંગ સિસ્ટમ પરનો વિશ્વાસ જાળવી રાખવાનો સંવેદનશીલ પ્રયાસ છે. તેમણે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને ડિજિટલ અરેસ્ટ સહિતના સાઇબર ફ્રોડથી બચાવવા બેંક કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી. કોઈ વૃદ્ધ વ્યક્તિ અસાધારણ રીતે મોટી રકમની FD તોડવા કે ઉપાડવા આવે ત્યારે બેંક સ્ટાફે સંવેદનશીલતા સાથે 2-3 પ્રશ્નો પૂછીને વ્યવહારની ખરાઈ કરવી જોઈએ. તેમણે અમદાવાદની એક બેંકના સ્ટાફની સતર્કતાથી નાગરિકના લાખો રૂપિયા બચાવાયા હોવાના કિસ્સાની પણ સરાહના કરી હતી. બેંકોની ઇન્ટેલિજન્સ વિંગ પોલીસને રિયલ ટાઇમ ઇનપુટ આપશે ગૃહ વિભાગ અને પોલીસ અધિકારીઓ દ્વારા દરરોજ સાઇબર ફ્રોડના કોલ્સ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ અને ફ્રીઝ કરાયેલી રકમના ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે. હવે બેંકોની પોતાની ઇન્ટેલિજન્સ વિંગ પણ પોલીસને રિયલ ટાઇમ ઇનપુટ આપે તે દિશામાં સંકલન વધારવા ભાર મૂકાયો હતો. બેઠકમાં સાઇબર ફ્રોડના કિસ્સામાં નાગરિકોના પૈસા બચાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ અને બેંક પ્રતિનિધિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ ગુપ્તા, રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, RBI તથા વિવિધ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની 5,300થી વધુ બેંક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. દક્ષિણ ગુજરાતના ભારે વરસાદની સ્થિતિની પણ સમીક્ષા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ વડા અને SRP ગ્રુપના સેનાપતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં રાજ્યની સમગ્ર કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ગહન સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓને સતત સતર્ક રહેવા તેમજ સરકારી મિલકતો અને કચેરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અફવાઓ અને AI ફેક વીડિયો વાયરલ ન થાય તે માટે સાયબર મોનિટરિંગ વધુ સઘન બનાવવા પણ તાકીદ કરવામાં આવી હતી. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઊભી થયેલી સ્થિતિની પણ સમીક્ષા કરાઈ હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર, રાહત-બચાવ કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી પોલીસ કાફલાને ખડેપગે રાખવા સૂચના આપવામાં આવી હતી. વરસાદી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સુરક્ષા, વાહનવ્યવહાર સુચારુ રહે અને ઇમરજન્સી સેવાઓમાં કોઈ અવરોધ ન આવે તે માટે સ્થાનિક પોલીસ અને SRPની ટીમોને એલર્ટ મોડ પર રાખવા પણ આદેશ અપાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ફળની આડમાં દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ:પાલનપુર પોલીસે પિકઅપ સહિત રૂ. 8.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    વઢવાણ પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર:ચોરીના આરોપીને હોસ્પિટલ લઈ જતાં બાથરૂમમાંથી નાસી છૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment