Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં સ્વ.ભાવનાબેન પટેલની સ્મૃતિમાં નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ:161થી વધુ મહિલાઓએ લાભ લીધો, જરૂરિયાતમંદ મહિલાઓને મફત સોનોગ્રાફી કરી અપાઈ

    16 hours ago

    હિંમતનગરમાં પ્રફુલભાઈ પટેલ (દીવ-દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી) ના ધર્મપત્ની સ્વ. ભાવનાબેન પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એક નિઃશુલ્ક મહિલા મેડિકલ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં 161થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો. બુધવારે બપોરે 1 થી 4 કલાક દરમિયાન યોજાયેલા આ મેગા મેડિકલ કેમ્પમાં હિંમતનગરના નામાંકિત અને નિષ્ણાત M.S. સર્જન ડોક્ટરો દ્વારા પેટના ગંભીર રોગો, કિડની, લીવર તથા ગાયનેકને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નિષ્ણાત પેથોલોજિસ્ટ દ્વારા લેબોરેટરી ટેસ્ટ અને રેડિયોલોજિસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને મફત સોનોગ્રાફી પણ કરી આપવામાં આવી હતી. કેમ્પમાં સારવાર અર્થે આવેલ તમામ દર્દીઓને જરૂરી દવાઓ પણ તદ્દન મફત આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં પોતાની નિઃસ્વાર્થ સેવાઓ આપનાર તમામ નિષ્ણાત ડોક્ટરો, પેથોલોજિસ્ટો, રેડિયોલોજિસ્ટો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપનાર સંગઠન અને સેવા ગ્રુપના સભ્યોની જહેમતને બિરદાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલડી-એલિસબ્રિજ વિસ્તારમાં ઓછું પાણી આવશે:હાટકેશ્વર બ્રિજના કૌભાંડી અધિકારીને બરતરફ કરવા દરખાસ્ત, પે-એન્ડ પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી લગાવવા સૂચના
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન:સોનાની તસ્કરીની બે અનોખા કીમિયાનો પર્દાફાશ, ₹1.33 કરોડનું સોનું જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment