Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન:સોનાની તસ્કરીની બે અનોખા કીમિયાનો પર્દાફાશ, ₹1.33 કરોડનું સોનું જપ્ત

    17 hours ago

    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સતત બે દિવસ સુધી ચલાવવામાં આવેલા કડક ચેકિંગ ઓપરેશનમાં સોનાની તસ્કરીના બે અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સ વિભાગે અબુ ધાબી અને દુબઈથી આવેલા પ્રવાસીઓ પાસેથી કુલ 899.51 ગ્રામ શુદ્ધ (24 કેરેટ) સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 1.33 કરોડથી વધુ થાય છે. એરપોર્ટ પર તસ્કરીના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કસ્ટમ્સ અને ડીઆરઆઈ (DRI) દ્વારા ચેકિંગ વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે. અબુ ધાબીથી આવેલા પેસેન્જર પાસેથી 1.13 કરોડનું સોનુ મળ્યું પ્રથમ ઘટનામાં, ગત 21 જુલાઈ, 2026ના રોજ ચોક્કસ બાતમીના આધારે એઆઈયુ (AIU) ના અધિકારીઓએ અબુ ધાબીથી ફ્લાઈટ નંબર 3L111 મારફતે અમદાવાદ આવેલા એક પુરુષ ટૂર ઓપરેટર અને તેના ગ્રાહકોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન પ્રવાસીઓના ખિસ્સામાંથી 24 કેરેટ સોનાની ચેઈન, પેન્ડન્ટ અને મણકા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, ટૂર ઓપરેટરે પોતે બચવા માટે પોતાના ગ્રાહકોને સોનું આપીને ગેરકાયદેસર તસ્કરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યવાહીમાં 1,13,85,477ની કિંમતનું 770.33 ગ્રામ સોનું જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ મુખ્ય સૂત્રધાર એવા ટૂર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી હતી. શર્ટના કોલરની અંદર સોનાની પેસ્ટ છૂપાવીને દુબઈથી આવેલા પેસેન્જર પકડાયા બીજી ઘટનામાં, 22 જુલાઈ, 2026ના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સની ટીમ દ્વારા દુબઈથી ફ્લાઈટ નંબર 6E-1478 માં આવેલા બે પુરુષ પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે પ્રવાસીઓએ પોતાના શર્ટના કોલરની અંદર અત્યંત ચાલાકીપૂર્વક સોનાની પેસ્ટ (Gold Paste) છુપાવી હતી. કસ્ટમ્સ ટીમે આ પેસ્ટને પ્રોસેસ કરીને 24 કેરેટ શુદ્ધતા ધરાવતી ટીટી બારમાં રૂપાંતરિત કરી હતી. આ કેસમાં રૂ. 19,48,034ની કિંમતનું 129.18 ગ્રામ સોનું જપ્ત કરીને આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં સ્વ.ભાવનાબેન પટેલની સ્મૃતિમાં નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ:161થી વધુ મહિલાઓએ લાભ લીધો, જરૂરિયાતમંદ મહિલાઓને મફત સોનોગ્રાફી કરી અપાઈ
    Next Article
    અખિલેશનો બાટલો ફાટ્યો, કહ્યું- દીકરીઓના કપડાં ફાડ્યા:રાહુલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું, કાળા કપડાંમાં ઉતર્યો વિપક્ષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment