Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખિલેશનો બાટલો ફાટ્યો, કહ્યું- દીકરીઓના કપડાં ફાડ્યા:રાહુલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું, કાળા કપડાંમાં ઉતર્યો વિપક્ષ

    17 hours ago

    ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ સંસદના બંને ગૃહોમાં NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જનો મુદ્દો છવાયેલો રહ્યો. વિપક્ષે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને આ મામલે તાત્કાલિક ચર્ચાની માગ સાથે જોરદાર હોબાળો કર્યો. તેને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર મુલતવી રાખવી પડી. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતાં જ કાળા કપડાં પહેરેલા વિપક્ષી સાંસદો વેલમાં પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. સ્પીકર ઓમ બિરલાએ લગભગ દોઢ મિનિટમાં ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખી. બપોરે 12 વાગ્યે કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે NEET પેપર લીક પર ચર્ચા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉઠાવી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પર ગૃહને ચાલવા ન દેવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીને લઈને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દીકરીઓના કપડાં ફાડવામાં આવ્યા. હોબાળો ચાલુ રહેતા કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી. બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસુ સત્રની બાકીની અવધિ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ ગૃહની કાર્યવાહી બીજા દિવસ સુધી મુલતવી રાખવામાં આવી. રાજ્યસભામાં પણ સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠ્યો અને ગૃહ પહેલાં 12 વાગ્યા સુધી, પછી 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યું. બપોર પછી વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે શિક્ષણ મંત્રીના રાજીનામા વિના નિષ્પક્ષ ચર્ચા શક્ય નથી. જવાબમાં ગૃહના નેતા જે.પી. નડ્ડાએ વિપક્ષના વલણને બિન-જવાબદાર ગણાવ્યું. બાદમાં ઉપસભાપતિ હરિવંશે ચર્ચા શરૂ કરવાની અપીલ કરી, પરંતુ વિપક્ષે નિયમ 267 હેઠળ તાત્કાલિક ચર્ચાની માગનું પુનરાવર્તન કર્યું. સહમતિ ન સધાતા રાજ્યસભાની કાર્યવાહી પણ બીજા દિવસ સુધી મુલતવી રાખવામાં આવી. બીજી તરફ, સંસદ પરિસરની બહાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યાર્થીઓ પર કથિત પોલીસ કાર્યવાહીના વીડિયો બતાવ્યા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગનું પુનરાવર્તન કર્યું. આ દરમિયાન લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખીને વાતચીતની અપીલ કરી, જ્યારે વિદ્યાર્થી સંગઠને પણ સરકારને જંતર-મંતર આવીને વાતચીત કરવા વિનંતી કરી. વીડિયો જોવા માટે ઉપરના થંબનેલ પર ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન:સોનાની તસ્કરીની બે અનોખા કીમિયાનો પર્દાફાશ, ₹1.33 કરોડનું સોનું જપ્ત
    Next Article
    ‘Rahul Gandhi misleading youth’: Gujarat BJP calls out Congress on stir outside PM’s house

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment