Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના યુવકે ઇરાકના કરબલામાં તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશ આપ્યો:ઇમામ હુસૈનની મઝારે જામનગરના સોયબ લાખાએ રાષ્ટ્રીય ગૌરવ વધાર્યું

    13 hours ago

    જામનગરના યુવાન સોયબ સબ્બીરભાઈ લાખાએ ઇરાકના પવિત્ર શહેર કરબલામાં ઇમામ હુસૈનની મઝારની જિયારત દરમિયાન ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. તેમણે આ રીતે દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપ્યો હતો.સોયબ લાખાએ પવિત્ર યાત્રા દરમિયાન પોતાના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ રાખીને દેશ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને ગૌરવ વ્યક્ત કર્યું હતું.શ્રદ્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન આ યુવકની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા પામી રહી છે. તેમને મિત્રો અને પરિવારજનો તરફથી અભિનંદન મળી રહ્યા છે. લોકો આ પ્રસંગને માત્ર એક તસવીર નહીં, પરંતુ દેશની તમામ જનતા માટે દેશપ્રેમ અને ધાર્મિક આસ્થાનો પ્રેરણાદાયક સંદેશ ગણાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી લાઠીચાર્જ વિરોધમાં ગોધરામાં યુવા કોંગ્રેસનો વિરોધ:વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની અટકાયત સામે વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું
    Next Article
    તાપીમાં ધોધમાર વરસાદ:વાલોડમાં 4.61 ઈંચ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; 50થી વધુ રસ્તા બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment